કેટલાક દેશો પોતાના કુદરતી સૌંદર્યને લઈને ખુબ પ્રસિદ્ધ હોય છે. તો કેટલાક દેશો ઐતિહાસિક ધરોહરોને લઈને. કેટલાક પોતાની ધાર્મિક સંસ્કૃતિને લઈને લોકોમાં પ્રખ્યાત હોય છે તો કેટલાક એવા દેશો હોય છે જ્યાં પર્યટકો મનોરંજન માટે પહોંચતા હોય છે. આજે અમે તમને એવા કેટલાક દેશો વિશે જણાવીશું જે સેક્સ ટુરિઝમ માટે પ્રસિદ્ધ છે. આવા દેશોમાં મોટી સંખ્યામાં પર્યટકો મનોરંજન માટે પહોંચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્મની
સેક્સ ટુરિઝમ માટે જર્મની પણ ખુબ પ્રખ્યાત થઈ ચૂક્યું છે. સેક્સ વર્કર્સ તમને અહીં રસ્તાઓ પર ખુલ્લેઆમ જોવા મળી શકે. અનેક લોકો સ્વેચ્છાથી આ દેહવેપારના કામમાં જોડાયેલા હોય છે. જેના માટે કંપનીઓ દ્વારા જાહેરાતો અને નોકરી લિસ્ટિંગની સુવિધા સુદ્ધા અપાય છે. 


નેધરલેન્ડ
નેધરલેન્ડ સેક્સના શોખીનો માટે એક બેસ્ટ જગ્યા મનાય છે. અહીં વેશ્યાવૃત્તિ કાનૂની છે અને એમ્સ્ટર્ડમમાં ડી વોલન સૌથી મોટો અને સૌથી પ્રસિદ્ધ રેડ લાઈટ જિલ્લો છે. 


થાઈલેન્ડ
મનોરંજન શોધી રહેલા લોકો વચ્ચે થાઈલેન્ડ પ્રસિદ્ધ જગ્યા છે. અહીં પણ વેશ્યાવૃત્તિ કાયદેસર છે. એક આંકડા મુજબ અહીં ત્રીસ લાખ મહિલાઓ આ કામ સાથે જોડાયેલી છે. 


સ્પેન
મેન્ડ્રિડ, ઈબીઝા ને  બાર્સિલોના જેવા અનેક શહેરો પોતાના નાઈટલાઈફ અંદાજ માટે અને સેક્સ પર્યટન સ્થળ તરીકે ઊભરી આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ 2022માં સ્પેન વેશ્યાવૃત્તિને ખતમ કરવા માટે એક કાનૂન ઉપર પણ વિચાર કરી રહ્યું હતું. પરંતુ હજુ સુધી તેના પર કોઈ અપડેટ આવ્યું નથી. 


ફિલિપાઈન્સ
એવું કહેવાય છે કે આ દેશમાં સેક્સ એક વેપારની જેમ છે. 800,000 થી વધુ લોકો તેમાં જોડાયેલા છે. 


કોલંબિયા
કોલંબિયા એક એવો દેશ છે જ્યાંની મહિલાઓ સૌથી સુંદર ગણાય છે. આ સાથે જ તે દુનિયાનો એક એવો દેશ છે જેણે વૈશ્વિક સેક્સ પર્યટન રાજધાની તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. કોલંબિયામાં દેહ વેપાર સંપૂર્ણ રીતે કાયદેસર છે.


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)