રાતે એવું તે શું થતું હોય છે કે કૂતરા રડવા લાગે છે, આત્મા દેખાય છે કે પછી કોઈ બીજુ કારણ?
તમે અનેકવાર જોયું હશે કે રાતે ઘણીવાર કૂતરા રડતા હોય છે. તેમના રડવાના કારણે આજુબાજુ રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પડતી હોય છે અને તેમને અપશકુનની આશંકા રહે છે. કેટલાક લોકો કહે છે કે કૂતરા જ્યારે રાતે ભૂત પ્રેત જુએ તો તેમને જોઈને ગભરાઈ જાય છે અને ડરના કારણે રડવા લાગે છે. પરંતુ આ વાતમાં ખરેખર કોઈ સચ્ચાઈ છે કે પછી ફક્ત વાતોના વડા છે. આજે અમે તમને વિસ્તારથી આ અંગે જણાવીશું.
Why Dogs Cry At Night: તમે અનેકવાર જોયું હશે કે રાતે ઘણીવાર કૂતરા રડતા હોય છે. તેમના રડવાના કારણે આજુબાજુ રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પડતી હોય છે અને તેમને અપશકુનની આશંકા રહે છે. કેટલાક લોકો કહે છે કે કૂતરા જ્યારે રાતે ભૂત પ્રેત જુએ તો તેમને જોઈને ગભરાઈ જાય છે અને ડરના કારણે રડવા લાગે છે. પરંતુ આ વાતમાં ખરેખર કોઈ સચ્ચાઈ છે કે પછી ફક્ત વાતોના વડા છે. આજે અમે તમને વિસ્તારથી આ અંગે જણાવીશું.
કૂતરા રડવાનું કારણ
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ કૂતરા રાતે રડે તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. તેમાંથી એક મુખ્ય કારણ ઉંમર વધવાનું છે. ઢળતી ઉંમરની સાથે સાથે કૂતરા શારીરિક રીતે નબળાઈ મહેસૂસ કરવા લાગે છે અને તેઓ પહેલાની સરખામણીએ વધુ એકલાપણું અને ઉદાસીનતા મહેસૂસ કરવા લાગે છે. તેના કારણે તેઓ રાતે રડીને પોતાનું દુખ અને નિરાશા વ્યક્ત કરે છે. અનેકવાર તેઓ પોતાના ગુજરી ગયેલા સાથીઓને પણ યાદ કરીને રડે છે.
ઈજા થવાથી પણ રડે છે
એક્સપર્ટ કહે છે કે જ્યારે બીજા વિસ્તારના કૂતરા તેમના વિસ્તારમાં આવી જાય તો ત્યાંના કૂતરા રડવાનું શરૂ કરી દે છે. આમ કરીને તેઓ પોતાના વિસ્તારના કૂતરાઓને સાવચેત કરી રહ્યા હોય છે કે કોઈ અજાણ્યો કૂતરો તેમના વિસ્તારમાં ઘૂસી ગયો છે. આ સાથે જ તબિયત ખરાબ હોય કે ઈજા થઈ હોય તો પણ કૂતરા રાતે રડે છે. એવી પણ માન્યતાઓ છે કે રાતના સમયે કૂતરાનો રડવાનો અવાજ એ કોઈ અનહોની તરફ ઈશારો છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈના ઘર સામે કૂતરો રડે છે તો તેના ઘરમાંથી કોઈ અશુભ સમાચાર મળી શકે છે. માન્યતા મુજબ કૂતરાને કોઈ સંકટના આવતા પહેલા તેનો આભાસ થઈ જાય છે. આથી રડે છે.
રસ્તો ભટકી જાય તો રડે છે
અનેક રિસર્ચ રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે જ્યારે કૂતરા રાતે રસ્તો ભટકી જાય કે પોતાના પરિવારથી અળગા થઈ જાય તો રાત થાય ત્યારે નિરાશ થઈને જોર જોરથી રડવા લાગે છે. આ બરાબર એવી જ ભાવના હોય છે જ્યારે કોઈ મનુષ્યનું બાળક પોતાના પરિવારથી અલગ થવા પર જોર જોરથી રડવા લાગે છે.
નકારાત્મક ઉર્જા હોવાનું કારણ!
એવું પણ માનવામાં આવે છે કે રાતના સમયે સૌથી વધુ નકારાત્મક ઉર્જા રહે છે. કૂતરાને રાતના સમયે ફેલાયેલી નકારાત્મક ઉર્જાઓનો આભાસ થઈ જાય છે. જેના કારણે કૂતરા જોરથી રડવાનો અવાજ કાઢવા લાગ છે. કૂતરાને જ્યારે પણ રાતના સમયે નકારાત્મક શક્તિઓનો પ્રભાવનો અહેસાસ વધુ થાય છે ત્યારે તેઓ પોતાની આજુબાજુ રહેલા સાથી કૂતરાઓને આ પરેશાનીથી માહિતગાર કરવા માટે સંદેશ મોકલે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)