Face Mask: ચહેરા પર માસ્ક લગાવવાથી ખરેખર CO2નું સ્તર વધે છે ? જાણો શું છે સચ્ચાઈ
કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. દેશ અને દુનિયાના આરોગ્ય નિષ્ણાતો અને ડોક્ટરો સતત માસ્ક લગાવવા માટે આગ્રહ કરી રહ્યા છે. અહીં માસ્કને લઈને સોશિયલ મીડિયા પર એક અલગ ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી આપણા શરીરમાં CO2 (કાર્બન ડાયોક્સાઇડ)નું સ્તર વધી શકે છે. તે ખતરનાક છે. તેથી લાંબા સમય સુધી માસ્ક ન પહેરો...તો શું લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી શરીરમાં વધી જાય છે ઝેરી ગેસનું પ્રમાણ ? જાણો શું છે સચ્ચાઈ

શું માસ્ક લગાવવાથી ખરેખર CO2નું સ્તર વધે છે?
ના, લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી તમારા શરીરના CO2 સ્તરમાં વધારો થતો નથી. અમેરિકાની હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ સ્પષ્ટ કરી દીધું છે કે માસ્ક વિશે સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી માહિતી સાચી નથી. લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી CO2 નું સ્તર વધતું નથી. સીડીસીએ સમજાવ્યું કે કેવી રીતે માસ્કમાંથી CO2 બહાર આવે છે.
માસ્ક કોરોના સામે કેવી રીતે કામ કરે છે?
કોરોના યુગમાં નિષ્ણાતોએ માસ્કને રક્ષણાત્મક કવચ માન્યું છે. નિષ્ણાતોના મતે, માસ્ક આપણને કોરોના વાયરસથી બચાવે છે. વાયરસને રોકવા માટે તે એક મજબૂત શસ્ત્ર છે. તેથી, વિશ્વના તમામ દેશોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. જ્યારે તમે ભીડવાળી જગ્યાએ હોવ અને કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ તમારા સંપર્કમાં આવે, ત્યારે માસ્ક તમને હવાના ટીપાં એટલે કે ટીપાંમાં રહેલા વાયરસને અટકાવીને ચેપથી બચાવે છે. માસ્ક પહેરવાથી એક વ્યક્તિથી બીજામાં કોરોના ફેલાવાની શક્યતા ઘટી જાય છે, પરંતુ માસ્ક પહેરતી વખતે અને ઉતારતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
શું તમે પણ પીવો છો પ્લાસ્ટિક સ્ટ્રોથી નાળિયેર પાણી? આ ભયંકર નુકસાન વિશે ખાસ જાણો...
ઘઉંના લોટની જગ્યાએ આ લોટ વાપરો, અઢળક છે ફાયદા, હાર્ટ એટેકનું જોખમ ઘટશે!
શિયાળામાં સતત વધી રહ્યું છે વજન? તો આ વસ્તુઓ ખાવાથી જે ચરબી ચઢી હશે એ ઉતરી જશે!
કયા પ્રકારના માસ્ક ન પહેરવા જોઈએ?
સિંગલ લેયર માસ્ક ન ખરીદવા જોઈએ કારણ કે તે કોરોના સામે રક્ષણ આપવામાં બહુ અસરકારક નથી. જો માસ્ક પહેરવામાં ઢીલું લાગે છે, તો તેને પહેરશો નહીં કારણ કે તેના દ્વારા વાયરસ તમારા નાકમાં પ્રવેશી શકે છે. ખૂબ ચુસ્ત માસ્ક પહેરવાનું ટાળો. તેને પહેર્યા પછી, તમે તમારા માસ્કને વારંવાર ઢીલું કરવાનો પ્રયાસ કરશો અને તેનાથી ચેપ ફેલાવાનું જોખમ વધી જશે પણ હા,લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી તમારા શરીરના CO2 સ્તરમાં વધારો થતો નથી.એ વાત હકીકત છે. માસ્ક પહેરો અને કોરોના ભગાવો....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube