Ghee Benefits: બાળકોના સ્વાસ્થ્ય અને તેના યોગ્ય વિકાસ માટે તેના આહારમાં ઘીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ઘી ભારતીય રસોડાનું મહત્વનું અંગ છે. ઘી રસોઈનો સ્વાદ વધારે છે અને સાથે જ સ્વાસ્થ્યને પણ ફાયદા કરે છે. ખાસ કરીને બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં ઘી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Weight Gain Habits: રાત્રે જમ્યા પછી 3 કામ કરનારાઓનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે


બાળકોના ભોજનમાં ઘીનો સમાવેશ કરવો ખૂબ જ સરળ છે. બાળકોને રોટલી, પરોઠા, ખીચડી, દલીયા કે ભાતમાં ઘી ઉમેરીને ખવડાવી શકાય છે. આખા દિવસમાં એક થી બે ચમચી ઘી બાળકોને આહારના માધ્યમથી આપવાથી તેમને આ 5 ગજબના ફાયદા થશે. તો ચાલો તમને જણાવીએ બાળકોના આહારમાં એક ચમચી ઘી પણ સામેલ કરવામાં આવે તો તેમને કેવા ફાયદા થાય છે ?


આ પણ વાંચો: દિવસમાં એકવાર આ હર્બલ ટી પી લેવી, પેટ પર બનતા ચરબીના ટાયર ઝડપથી ઓગળવા લાગશે


શારીરિક વિકાસ 


ઘીમાં વિટામિન એ, ડી, ઇ હોય છે. જે બાળકોના હાડકા અને માંસપેશીઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. રોજ એક ચમચી ઘીનો ઉપયોગ કરવાથી ગ્રોથ હોર્મન એક્ટિવ રહે છે અને બાળકોનું વજન અને શરીર યોગ્ય રીતે વધે છે. 


પાચન તંત્ર રહેશે મજબૂત 


ઘી બાળકોને પાચનતંત્રને મજબૂત બનાવે છે. એમાં રહેલું બ્યુટીરિક એસિડ પેટના સોજા ઘટાડે છે અને ગેસ્ટ્રીક જ્યુસનો સ્ત્રાવ વધારે છે. તેનાથી બાળકોને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળી શકે છે. 


આ પણ વાંચો: Makar Sankranti 2025: પરફેક્ટ માપની સાથે મકરસંક્રાંતિ પર બનાવો 7 ધાનનો ખીચડો


માનસિક વિકાસમાં મદદ 


ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ડીએચએ હોય છે. જે બાળકોના મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ઘી ખાવાથી તેમની યાદશક્તિ, ફોકસ અને નવું શીખવાની ક્ષમતાનો વિકાસ થાય છે. 


ઈમ્યુનિટી બુસ્ટ થશે


ઘીમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે બાળકોની ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. આહારના માધ્યમથી રોજ ઘી ખાવાથી બાળકોને શરદી, ઉધરસ અને અન્ય સીઝનલ બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. 


આ પણ વાંચો: જમીન પર વાળનો ઢગલો થઈ જાય છે ? આ 3 કામ કરવાનું બંધ કરી દો એટલે અટકી જશે ખરતા વાળ


સુંદર ત્વચા અને વાળ


ઘી બાળકોની ત્વચાને પોષણ આપે છે. તેનાથી વાળ પણ મજબૂત અને ઘટ્ટ થાય છે. બાળકને ઘી ખવડાવવાથી તેને ત્વચા કોમળ અને ચમકદાર રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)