Weight Loss: આ સમયે રોજ પીવું જીરાનું પાણી, શરીરની વધેલી ચરબી ઝડપથી થશે ઓછી, 15 દિવસમાં દેખાશે અસર
Weight Loss: જીરું ભોજન નો સ્વાદ અને સુગંધ વધારે છે પરંતુ શું તમે જાણો છો કે જીરું તમારા વજનને ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે ? જો તમે પણ પેટ અને કમરની વધેલી ચરબીથી પરેશાન છો તો આજે તમને તેને ઘટાડવાનો અસરકારક ઈલાજ જણાવીએ.
Weight Loss: જીરું એવો મસાલો છે જે દરેક ભારતીય ઘરના રસોડામાં સરળતાથી મળી રહે છે. જીરુ ભોજન નો સ્વાદ અને સુગંધ વધારે છે પરંતુ શું તમે જાણો છો કે જીરું તમારા વજનને ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે ? જો તમે પણ પેટ અને કમરની વધેલી ચરબીથી પરેશાન છો તો આજે તમને તેને ઘટાડવાનો અસરકારક ઈલાજ જણાવીએ. જો તમે રોજ જીરાનું પાણી પીવાનું રાખશો તો તમારા પેટ અને કમર પર જામેલી ચરબી ઝડપથી ઓછી થઈ જશે
જીરાનું પાણી પીવાથી થતા ફાયદા
આ પણ વાંચો:
આ ટીપ્સ ફોલો કરશો તો તમારી કારની ઉપર તો નહીં જ ચઢે પણ આસપાસ પણ નહીં ફરકે કૂતરા
Skin Care: સોફ્ટ અને ક્લીયર સ્કીન મેળવવા માટે મલાઈમાં આ 3 વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર
સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, તલના તેલમાં આ વસ્તુ ઉમેરી રાત્રે લગાડો વાળમાં
- જીરામાં એવા તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. બુસ્ટ થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થવાથી શરીરની વધારાની કેલેરી બળી જાય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
- જીરાનું પાણી પીવાથી શરીરમાં સોડિયમની માત્રા સંતુલિત રહે છે. સોડિયમ વધી જાય તો હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થાય છે તેથી જો તમે જીરાના પાણીનું સેવન કરો છો તો હાઈ બીપી પણ કંટ્રોલમાં રહે છે.
- જીરાનું પાણી પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા મટી જાય છે.
- જીરાનું પાણી ત્વચાની સુંદરતા જાળવી રાખે છે. તેનાથી ખીલ, કરચલી, ડાઘ-ધબ્બા જેવી સમસ્યાઓ દૂર થાય છે.
કેવી રીતે તૈયાર કરવું જીરાનું પાણી ?
જીરાનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું રાત્રે પલાળી દવું. સવારે આ પાણીને ગાળી અને ખાલી પેટ પી જવું. જો તમે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો રોજ સવારે જીરાનું પાણી પીવાની શરૂઆત કરી દો તેનું પરિણામ તમને 15 જ દિવસમાં જોવા મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)