Skin Care: શિયાળામાં વધારે ફાટવા લાગે સ્કિન તો અજમાવો આ ઘરેલુ નુસખા, મિનિટોમાં ખીલી જશે ત્વચા
Skin Care: જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમને શિયાળામાં સૌથી વધારે સમસ્યા થાય છે. શિયાળામાં ત્વચા વધારે ડ્રાય થઈ જાય છે. પરંતુ કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી મિનિટોમાં ત્વચાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
Skin Care: શિયાળો શરૂ થાય એટલે ત્વચામાં ડ્રાઇનેસની સમસ્યા વધી જાય છે. શિયાળામાં ઠંડી થવાના કારણે ત્વચા મોઈશ્ચર ગુમાવે છે અને જેના કારણે ત્વચા ફાટવા લાગે છે. ફાટેલી ત્વચા બેજાન દેખાય છે. ડ્રાય અને ફાટેલી સ્કીનને ઝડપથી રીપેર કરવી હોય તો કેટલા ઘરેલુ ઉપાય અજમાવી શકાય છે.
આ પણ વાંચો: Skin Care: ત્વચાની ભલાઈ ઈચ્છતા હોય તો આ 5 સ્કિન કેર હૈક્સ ક્યારેય ટ્રાય ન કરવા
શિયાળામાં ત્વચાની માવજત માટે અલગ અલગ પ્રકારના મોઈશ્ચરાઈઝર ક્રીમ અને લોશન મળતા હોય છે. પરંતુ કેટલાક લોકોની ત્વચા એટલી ડ્રાય હોય છે કે આ વસ્તુઓ ઝડપથી અસર કરતી નથી. તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને કેટલીક અસરકારક ઘરેલુ વસ્તુઓ વિશે જણાવીએ જેને ત્વચા પર અપ્લાય કરવાથી તુરંત જ રીઝલ્ટ મળે છે.
આ પણ વાંચો: Teeth Whitening Tips: મોતી જેવા સફેદ ચમકતા દાંત માટે અજમાવી જુઓ આ સરળ ઘરેલુ નુસખા
નાળિયેરનું તેલ
ત્વચાની સંભાળ માટે નાળિયેરનું તેલ બેસ્ટ છે. નાળિયેરનું તેલ ત્વચાની ડ્રાયનેસ દૂર કરે છે અને ત્વચાને પોષણ આપી મુલાયમ બનાવે છે. રાત્રે સુતા પહેલા નાળિયેરના તેલને થોડું ગરમ કરી તેને ફાટેલી સ્કીન પર અપ્લાય કરી 5 મિનિટમાં મસાજ કરો. નિયમિત આ રીતે મસાજ કરશો તો શિયાળામાં ત્વચા ડ્રાય નહીં થાય અને ફાટશે પણ નહીં.
આ પણ વાંચો: Kitchen Hacks: બુઠ્ઠી કાતર થઈ જશે તેજતર્રાર, ઘરે સિલ્વર ફોઈલ હોય તો અજમાવો આ ટીપ્સ
દેશી ઘી
શિયાળામાં ફાટેલી સ્કીનથી છુટકારો મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે. દેશી ઘીમાં હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને પોષણ આપે છે તેના માટે રાત્રે સુતા પહેલા ઘીને થોડું ગરમ કરીને ત્વચા પર અપ્લાય કરી માલિશ કરો.
એલોવેરા
એલોવેરા જેલ પણ મોઈશ્ચરાઈઝિંગ ગુણ ધરાવે છે અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે. શિયાળામાં ત્વચા વધારે ડ્રાય રહેતી હોય તો રાત્રે સુતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ અપ્લાય કરો.
આ પણ વાંચો: Long Hair: કમર સુધી લાંબા વાળ ઝડપથી થશે, વાળમાં નિયમિત લગાવો આ 6 માંથી કોઈ 1 તેલ
ગ્લિસરીન
ગ્લિસરીન ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવાની સાથે રીપેર પણ કરે છે. જે લોકોને એક્ઝિમાની તકલીફ હોય તેમના માટે પણ ગ્લિસરીન ઉપયોગી છે. ગ્લિસરીનમાં સમાન માત્રામાં ગુલાબજળ મિક્સ કરીને રાત્રે સુતા પહેલા આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરો. તેનાથી ફાટેલી સ્કીન ઝડપથી રીપેર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)