`મીની કાશ્મીર` તરીકે ઓળખાય છે ગુજરાતની આ જગ્યા, હનીમૂન પ્લાન કરતા કપલ્સ માટે બેસ્ટ ઓપ્શન
Honeymoon Destinations In Gujarat: નવા વર્ષની હવે શરૂઆત થઈ ગઈ છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે જો તમે પણ કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચાર કરી રહ્યા છો તો આજે તમને ગુજરાતની એક એવી જગ્યા વિશે જણાવીએ જ્યાં તમે કાશ્મીર ફરવા પહોંચી ગયા હોય તેવો આનંદ અને સૌંદર્ય માણી શકો છો. જો તમારે ઓછા ખર્ચે કશ્મીર ફર્યા જેવી મજા માણવી હોય તો દૂધની લેક તમારા માટે બેસ્ટ જગ્યા છે.
Honeymoon Destinations In Gujarat: નવા વર્ષની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હોય છે. ઘણા લોકો એવા હોય છે જે આ સમયે ફરવા જવાનું પસંદ કરે છે. તેમાં પણ જે કપલના લગ્ન નવા નવા થયા હોય તેઓ આ સમયે એવી જગ્યા પર ફરવા જવાનું પસંદ કરે જ્યાં તેમને એકાંત અને આનંદ બંને માણવા મળે. જો તમે પણ લગ્ન પછી નવા વર્ષની ઉજવણી કરવા માટે જો તમે પણ કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચાર કરી રહ્યા છો તો આજે તમને ગુજરાતની એક એવી જગ્યા વિશે જણાવીએ જ્યાં તમે કાશ્મીર ફરવા પહોંચી ગયા હોય તેવો આનંદ અને સૌંદર્ય માણી શકો છો. જો તમારે ઓછા ખર્ચે કશ્મીર ફર્યા જેવી મજા માણવી હોય તો દૂધની લેક તમારા માટે બેસ્ટ જગ્યા છે.
આ પણ વાંચો: શહેરની દોડધામથી લેવો હોય બ્રેક તો ફરો ભારતના આ સૌથી સુંદર ગામમાં, મોજ પડી જશે તમને
દાદરા નગર હવેલીમાં આવેલા દૂધની લેક ખાતે ડિસેમ્બર મહિનામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ડિસેમ્બર મહિનાની નાતાલ અને નવા વર્ષની રજાઓને માણવા માટે અહીં ગુજરાતમાંથી જ નહીં પરંતુ આસપાસના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. અહીં તળાવમાં શિકારામાં ફરવા નીકળો તો તમને એમ જ લાગે કે જાણે તમે કાશ્મીરમાં શિકારામાં ફરી રહ્યા છો.
આ પણ વાંચો: ભારતના આ ગામના દરેક ઘરના પુરુષો હોય છે રસોઈમાં નિપુણ, નાનપણથી શીખે છે રસોઈની કલા
દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં દૂધની લેક આવેલું છે. દમણગંગા નદી પરનું દૂધની લેક કપલ્સ માટે ફેવરેટ જગ્યા બનતું જાય છે. જંગલ અને ડુંગરાળ વિસ્તાર વચ્ચે આવેલું આ તળાવ તેના સૌંદર્યને કારણે ગુજરાતના મીની કાશ્મીર તરીકે પણ ઓળખાય છે. પર્વત, નદી અને જળાશયનું સૌંદર્ય અહીં આવનાર લોકોનું મન મોહી લે છે.
આ પણ વાંચો: Skin Care Diet: આ 5 Food ત્વચાને રાખે છે યુવાન, 40 વર્ષ પછી પણ દેખાશો 25 જેવા
આ તળાવમાં રંગબેરંગી કાપડથી અને ફૂલોથી સજ્જ બોટ ફરતી હોય છે. આ બોટ તમને કાશ્મીરના શિકારાની યાદ અપાવી દેશે. જો તમારા પણ નવા નવા લગ્ન થયા હોય તો તમે જીવનસાથી સાથે આ જગ્યા પર એક રોમેન્ટિક ટુર કરી શકો છો. દૂધની લેક મીની કશ્મીર તરીકે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ખાસ કરીને ગુલાબી ઠંડીના આ માહોલમાં કપલ્સ વચ્ચે આ જગ્યા હોટ ફેવરિટ બની જાય છે. ગુલાબી ઠંડી વચ્ચે પ્રવાસીઓ શિકારામાં બોટિંગની મજા માણી રજાઓને યાદગાર બનાવી શકે છે. અહીંનું વાતાવરણ અને સૌંદર્ય દરેક પ્રવાસીને જીવનભર યાદ રહી જાય તેવો અનુભવ કરાવે છે.