How to Check Ghee Purity: શુદ્ધ ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક ઘરમાં રોજની રસોઈમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો ઘી ઘરે બનાવે છે તો ઘણા લોકો બજારમાંથી તૈયાર ઘી પણ લઈ આવતા હોય છે. ઘી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ આ ફાયદા ત્યારે થાય છે જ્યારે તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કર્યો હોય. શુદ્ધ ઘી સ્વાદિષ્ટ પણ હોય છે અને તેનાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બ્રેડ ખરીદો ત્યારે એક્સપાયરી ડેટની સાથે પેકેટ પર લખેલી આ વસ્તુઓ ચેક કરો છો કે નહીં ?


આયુર્વેદમાં પણ ઘીને મહત્વપૂર્ણ ઔષધી માનવામાં આવે છે. ઘીનો ઉપયોગ અલગ અલગ રોગની સારવારમાં પણ કરવામાં આવે છે. શુદ્ધ ઘી સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે એટલું જ નુકસાનકારક ભેળસેળ વાળું ઘી સાબિત થાય છે. જો તમે બજારમાંથી ઘી ખરીદતા હોય તો તે શુદ્ધ છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે. 


આ પણ વાંચો: પેટ, કમર, સાથળ અને હાથ પર જામેલી ચરબી ઉતારવી હોય તો ઘરે રોજ સવારે કરો આ 5 એક્સરસાઈઝ


કેટલાક લાલચી લોકો ઘીમાં બટેટા, નાળિયેરનું તેલ, ડાલડા, શક્કરિયા જેવી વસ્તુઓ ઉમેરીને ભેળસેળ કરતા હોય છે. આ પ્રકારનું મિલાવટી ઘી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેના કારણે શરીરમાં રોગ પણ વધે છે. જો તમે પણ બજારમાંથી ઘી ખરીદતા હોય અને તમારે જાણવું હોય કે તમે ખરીદો છો તે ઘી શુદ્ધ છે કે નહીં તો આ ટિપ્સ ફોલો કરવી. 


ઘીની શુદ્ધતા ચેક કરવાની ટિપ્સ 


ગરમ પાણીમાં ઉકાળો 


આ પણ વાંચો: તડકાના કારણે ત્વચા પર થયેલી ટેનિંગને દુર કરવા ચહેરા પર લગાડો આ ઘરેલુ વસ્તુઓ


ઘી શુદ્ધ છે કે નહીં તે ચેક કરવું હોય તો એક તપેલામાં પાણી ઉકાળો અને તેમાં બે ચમચી ઘી ઉમેરો. ઉમેરીને ગેસ બંધ કરી દો. ત્યાર પછી પાણીને 24 કલાક ઢાંકીને રાખો. ત્યાર પછી ચેક કરો જો ઘીનો રંગ 24 કલાક પછી પણ આછો પીળો હોય અને તે જામેલું ન હોય, તેમજ પાણીમાંથી સુગંધ આવતી હોય તો સમજી લેજો કે ઘી શુદ્ધ છે.


શુદ્ધ ઘીનો રંગ 


બે ચમચી ઘીને કોઈપણ વાસણમાં ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેનો રંગ આછો ભૂરો થઈ જાય છે. જો ઘીનો રંગ ગરમ કર્યા પછી આવો થઈ જાય તો ઘી શુદ્ધ હોય છે. 


આ પણ વાંચો: આ 5 ફળ સ્કીન માટે છે બેસ્ટ, એકવાર ફેસ પર લગાવશો તો આખો દિવસ સ્કીન દેખાશે ફ્રેશ


પાણીમાં ઘીની શુદ્ધતા 


ઠંડા પાણીમાં પણ તમે ઘીની શુદ્ધતા ચેક કરી શકો છો. એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી ઉમેરી દો. જો થોડી વારમાં ઘી પાણી ઉપર તરવા લાગે તો તે શુદ્ધ ઘી હશે. પરંતુ જો ઘીમાં ભેળસેળ હશે તો તે ગ્લાસમાં નીચે બેસી જશે. 


મીઠું અને હાઈડ્રોક્લોરિક એસિડ 


ઘીની શુદ્ધતા ચેક કરવા માટે મીઠાનો અને હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે એક વાટકીમાં એક ચમચી ઘી લઈ તેમાં અડધી ચમચી મીઠું અને થોડું હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. તેને અડધી કલાક સુધી એમ જ રહેવા દો. જો ઘી શુદ્ધ હશે તો અડધી કલાક પછી તેનો રંગ નહીં બદલે. જો ઘીમાં ભેળસેળ હશે તો અડધી કલાક પછી તેનો રંગ બદલી ગયો હશે.


આ પણ વાંચો: Turmeric For Skin: ત્વચાના 3 રોગને દવા વિના મટાડે છે હળદર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)