Turmeric For Skin: ત્વચાના 3 રોગને દવા વિના મટાડે છે હળદર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ ?
Turmeric For Skin: ત્વચાની આ 3 સમસ્યા એવી છે જેની દવા હળદર છે. હળદરના ઘરેલુ નુસખા અજમાવીને તમે સ્કિનને હેલ્ધી બનાવી શકો છો અને બીમારીઓ પણ દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ત્વચાના ત્રણ રોગોમાં હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો.
Trending Photos
Turmeric For Skin: ઉનાળામાં સ્કીન સંબંધિત અલગ અલગ સમસ્યાઓ વધારે જોવા મળે છે. તેથી ગરમીના દિવસોમાં સ્કીન હેલ્ધી રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ત્વચાના કેટલાક રોગ થવાનું કારણ ગરમી પણ હોય છે. આ સિવાય કેટલીક વખત કેમિકલ રિએક્શનના કારણે પણ સ્કીન ડેમેજ થાય છે. ત્વચા સંબંધીત ગંભીર રોગ થઈ જાય તો તેની ટ્રીટમેન્ટ પણ કરાવી પડે છે. પરંતુ ગરમીના દિવસોમાં સૌથી વધુ જોવા મળતી ત્વચાની 3 સમસ્યાને તમે દવા વિના ઘરે જ મટાડી શકો છો.
ત્વચાની આ 3 સમસ્યા એવી છે જેની દવા હળદર છે. હળદરના ઘરેલુ નુસખા અજમાવીને તમે સ્કિનને હેલ્ધી બનાવી શકો છો અને બીમારીઓ પણ દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ત્વચાના ત્રણ રોગોમાં હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો.
સ્કીન ઇન્ફેક્શન
તડકાના કારણે ઘણી વખત સ્કીન ઇન્ફેક્શન થઈ જાય છે. આવી સ્થિતિમાં ત્વચા લાલ થઈ જાય છે અને ત્વચા પર બળતરા અથવા તો ખંજવાળનો અનુભવ થાય છે. જો આ સ્થિતિ ગંભીર હોય તો ડોક્ટરની સલાહ અનુસાર દવા લેવી. પરંતુ જો ઇન્ફેક્શનની શરૂઆત જ હોય તો હળદરનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મેળવી શકાય છે. હળદરને ત્વચા પર લગાડવાથી સ્કીન ઇન્ફેક્શન સરળતાથી મટી જાય છે.
ત્વચા પર સોજો
શરીર પર જો સોજો હોય તો તેને દૂર કરવા માટે પ્રાચીન સમયથી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરને ગરમ કરીને ત્વચા પર લગાડવાથી સોજો ઉતરી જાય છે અને દુખાવો પણ દૂર થાય છે. શરીર પર કોઈ પણ જગ્યાએ ઝડપથી સોજો વધી રહ્યો હોય તો હળદરનો લેપ લગાડવો. હળદરના ચમત્કારી ગુણ સોજાને ઝડપથી દૂર કરી દેશે.
ત્વચા પર રેડનેસ
ઘણી વખત ત્વચા પર લાલ ચકામા દેખાવા લાગે છે. આ સ્થિતિમાં પણ હળદરનો ઉપયોગ કરી શકાય છે. હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે જે સ્કીન ઇન્ફેક્શનને દૂર કરે છે.
હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો?
સ્કીન સંબંધિત સમસ્યા હોય તો હળદરનો ઉપયોગ કરવો સારો વિકલ્પ છે.. પરંતુ હળદરનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ મહત્વનું છે. હળદરનું સેવન પણ કરી શકાય છે અને તેનો લેપ બનાવીને સ્કીન પર લગાડી શકાય છે. હળદરનો લેપ બનાવવા માટે ગરમ પાણીમાં હળદરને બે થી ત્રણ મિનિટ ઉકાળી ઠંડી કરી લેવી. ત્યાર પછી હળદરની જે પેસ્ટ તૈયાર થાય તેને ત્વચા પર લગાડો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે