તમારા Freezer માં પણ આ રીતે જામી જાય છે બરફ? તો ટીપ્સ તમારા માટે છે કામની, ફ્રિજને વારંવાર ડિફ્રોસ્ટ કરવાની નહીં પડે જરૂર
Tips To Remove Excess Ice From Freezer: આઈસ ટ્રે ઉપરાંત આખા ફ્રિજમાં બરફના ખડકલા થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રિજમાંથી વાસ પણ આવવા લાગે છે. જો તમારા ફ્રિજમાં પણ વારંવાર આ રીતે બરફ જામી જતો હોય તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
Tips To Remove Excess Ice From Freezer: આજના સમયમાં દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજનો ઉપયોગ દરેક લોકો કરે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં ફ્રિજની જરૂરિયાત વધી જાય છે. શાક, ફળને તાજા રાખવા માટે અને દૂધને ઠંડુ રાખવા માટે ફ્રિજનો ઉપયોગ સૌથી વધારે થાય છે. ઉનાળો દરમિયાન તો બરફનો વપરાશ પણ વધી જાય છે. પરંતુ ઘણા લોકોના ફ્રીઝરમાં બરફનું પ્રમાણ વધારે જોવા મળે છે. આઈસ ટ્રે ઉપરાંત આખા ફ્રિજમાં બરફના ખડકલા થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રિજમાંથી વાસ પણ આવવા લાગે છે. જો તમારા ફ્રિજમાં પણ વારંવાર આ રીતે બરફ જામી જતો હોય તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
આ પણ વાંચો:
ડાયાબિટીસના દર્દીએ રાત્રે દૂધ સાથે પીવો જોઈએ આ પાવડર, હાઈ બ્લડ સુગર થઈ જશે ભૂતકાળ
મચ્છર કરડવાથી ત્વચા પર પડી ગયા છે નિશાન ? આ 4 વસ્તુ ત્વચા પરથી ડાઘ કરી દેશે દૂર
સફેદ વાળથી મળશે ગણતરીની મિનિટમાં જ છુટકારો, આ વસ્તુ સફેદ વાળને કરી દેશે કાળા
- ફ્રિઝરમાં વધારે પડતો બરફ જામે તેનું કારણ ભેજ હોય છે. અને આવું ત્યારે થાય છે જ્યારે તમે વારંવાર ફ્રિજ ખોલો છો. જો તમારે આ સમસ્યાથી બચવું હોય તો ફ્રિજ જરૂર હોય ત્યારે જ ખોલો. વારંવાર ફ્રિજ ખોલવાથી અંદર ગરમ હવા જાય છે અને ઠંડી હવા સાથે તે ભેજ ઉત્પન્ન કરે છે.
- આ સિવાય જો તમારા ફ્રીઝરમાં વધારે બરફ જામતો હોય તો તેનો મતલબ છે કે ફ્રીજનું ટેમ્પરેચર યોગ્ય રીતે સેટ કરેલું નથી. ફ્રીઝરનું તાપમાન - 18 ડિગ્રી સેલ્સિયસ પર સેટ હોય તે જરૂરી છે. જો આ ટેમ્પરેચર સેટ નથી તો તમને સમસ્યા થઈ શકે છે.
- જો તમારું ફ્રિજ વધારે ખાલી રહેતું હોય તો તેમાં ભેજનું પ્રમાણ વધી શકે છે આ કારણથી પણ ફ્રીઝરમાં બરફ વધારે જામવા લાગે છે.
- ફ્રિજમાં પાછળની તરફ એક પાઇપ હોય છે જે પાણીને બહાર કાઢવાનું કામ કરે છે જો આ પાઇપ બંધ થઈ જાય ત્યારે પાણી બહાર નીકળતું નથી અને પરિણામે ફ્રીઝરમાં બરફ વધારે જમવા લાગે છે. તેના માટે થોડા થોડા સમયે ફ્રિજની બરાબર સાફ-સફાઈ કરવી અને પાઇપને ચેક કરતા રહેવું.
- પાણીના પાઇપ ઉપરાંત ફ્રિજની પાછળ તરફ એક કોઇલ કન્સેડર હોય છે. તેની મદદથી જ ફ્રિજ ઠંડુ હોય છે. જો તે ગંદુ થઈ જાય તો પણ ફ્રિજ બરાબર કામ કરતું નથી. તેથી તેની સફાઈ પણ કરતા રહેવું.