Aloe Vera: આજના સમયમાં સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને આહારના કારણે લોકો ઝડપથી આ સમસ્યાના શિકાર થઈ જાય છે. જ્યારે વજન વધવાની શરૂઆત થાય છે તો બેઠાડું જીવન શૈલીના કારણે પેટ અને કમરના ભાગે ચરબી વધારે જામે છે. આ રીતે જામેલી ચરબી ખરાબ લાગે છે અને તેને ઘટાડવી પણ મુશ્કેલ કામ છે. ઘણા લોકો આ ચરબી ઉતારવા માટે ડાયટિંગ પણ કરે છે અને એક્સરસાઇઝ પણ કરે છે તેમ છતાં જોઈએ એવી અસર દેખાતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Diabetes: ત્વચા પર દેખાય છે ડાયાબિટીસના આ લક્ષણ, આ સમસ્યાઓને ન કરવી ઈગ્નોર


આજે તમને પેટની ચરબી ઉતરે તેવા દેશી ઉપાય વિશે જણાવીએ. આ દેશી ઉપાય અજમાવીને તમે પેટની ચરબી ઉતારી શકો છો અને સાથે જ તેનાથી સ્કીન અને વાળને પણ ફાયદો થશે. પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરા જ્યુસ પીવાથી ફાયદો થાય છે. 


આ પણ વાંચો: કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત


એલોવેરા જ્યુસ પીવાના ફાયદા 


એલોવેરામાં એન્ટી ઓબેસિટી ગુણ હોય છે. જે શરીરમાં જામેલા એક્સ્ટ્રા ફેટને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી પેટની ચરબી ઝડપથી ઉતરે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટની માત્રા ભરપૂર હોય છે. જેના કારણે તે ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો: Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ


એલોવેરા અને આમળાનો રસ 


વજન ઘટાડવું હોય અને પેટની ચરબી ઉતારવી હોય તો એલોવેરા અને આમળાનો રસ પીવો જોઈએ. તેના માટે બે ચમચી એલોવેરા જેલ અને બે ચમચી આમળાનો રસ મિક્સ કરી રોજ સવારે ખાલી પેટ પી લેવું. તેનાથી વજન પણ ઓછું થશે અને મેટાબોલિઝમ પણ બુસ્ટ થશે. 


આ પણ વાંચો: Ghee: ગરમ તવા પર ઘી રેડવું હાનિકારક, પરોઠા બનાવતી વખતે તમે તો નથી કરતાંને આ ભુલ ?


એલોવેરા અને ચીયાસીડ 


એલોવેરા સાથે ચીયા સીડનું સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. એક ગ્લાસ એલોવેરા જ્યુસમાં એક ચમચી ચીયા સીડ મિક્સ કરી સવારે ખાલી પેટ પી લેવું. આ ડ્રીંક રોજ પીવાથી વજન ઓછું થાય છે અને ખાસ તો પેટની ચરબી ઝડપથી ઉતરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)