Weight Loss: વધતા વજનથી ભારતમાં જ નહીં દુનિયા ભરના લોકો પરેશાન છે. લોકોની જ ખાવા પીવાની ખોટી આદતો અને લાઈફ સ્ટાઈલ ના કારણે વજન વધી જાય છે. એક વખત વજન વધી જાય તો તેનાથી ગંભીર અન્ય કોઈ સમસ્યા નથી. આજના સમયમાં લોકો વ્યસ્ત જીવનશૈલીમાં દોડધામ કરતા હોય છે. સાથે જ ખાવા પીવા માં પણ અનહેલથી વસ્તુઓનો વધારે સમાવેશ થાય છે. જેના કારણે શરીરમાં ચરબી ઝડપથી વધી જાય છે. વજન વધવાની શરૂઆત થાય એટલે સૌથી પહેલા પેટ બહાર નીકળવા લાગે છે. જો તમારું વજન પણ વધી રહ્યું હોય અને પેટ બહાર લટકવા લાગ્યું હોય તો તમે તમારી ડાયટ પર કંટ્રોલ કરીને વજન ઝડપથી કંટ્રોલ કરી શકો છો. આજે તમને ચાર એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરશો તો લટકતું પેટ ઝડપથી અંદર જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ તેલથી રાત્રે નાભિમાં માલિશ કરો, ઠંડીમાં ત્વચા ફાટશે નહીં, લોશન લગાડવું નહિ પડે


વજન ઘટાડતો આહાર 


સૂપ 


ભારતમાં મોટાભાગે લોકોને સોલિડ ફૂડ ખાવાની આદત હોય છે. આવું ભોજન વચ્ચે તેમાં પણ સમય લાગે છે. જે લોકોને બેઠાડું જીવન શૈલી હોય તેઓ આવું ભોજન કરે તો વજન ઝડપથી વધે છે. જો તમારે વજન ઘટાડવું હોય તો સોલિડ ફૂડ ને બદલે દિવસ દરમિયાન સૂપ વધારે પીવો. તેનાથી કેલરી ઇન્ટેક ઘટી જાય છે. પાચન પણ સારું રહે છે અને વજન કંટ્રોલ કરવું પણ સરળ હોય છે. 


આ પણ વાંચો: દાડમની છાલ સુકાઈને કડક થઈ ગઈ હોય તો આ ટ્રિક અપનાવો, મહેનત વિના ઝડપથી ઉતરશે છાલ


મૂળા


શિયાળામાં મૂળા સૌથી વધારે મળે છે. રોજ મૂળા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વધારે ભોજન કરવાથી બચી જવાય છે. શિયાળામાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે જેના કારણે વજન ઝડપથી વધતું હોય છે. આવી સ્થિતિમાં સલાડમાં મૂળા ખાવાથી ફાયદો થશે. 


આ પણ વાંચો: નકારાત્મક વિચારથી પરેશાન છો ? અપનાવી લો આ 5 આદતો, હંમેશા રહેશો ખુશ અને પોઝિટિવ


શક્કરીયા 


શક્કરીયા જમીનમાં ઉગતું શ્રેષ્ઠ અને પૌષ્ટિક ફૂડ છે. તેને તમે રોજ ખાઈ શકો છો. શક્કરીયા ખાવાથી કલાકો સુધી ભૂખ નથી લાગતી. જેના કારણે ઓવરઈટિંગ કરવાથી બચી જવાય છે. શક્કરિયામાં ફાઇબર પણ વધારે હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો: આ 5 ટીપ્સ ફોલો કરશો તો શિયાળામાં હોઠ ફાટશે નહીં, ગુલાબની પાંદડી જેવા કોમળ રહેશે


ખાટા ફળ 


લીંબુ, સંતરા, મોસંબી, કીવી જેવા ફળ વિટામીન સી થી ભરપૂર હોય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી ઇન્યુમ સિસ્ટમ બુસ્ટ થાય છે. તેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. દૈનિક આહારમાં આવા ફળનો સમાવેશ કરવો જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)