Oil Massage: આ તેલથી રાત્રે નાભિમાં માલિશ કરો, ગમે એટલી ઠંડી પડશે ત્વચા ફાટશે નહીં, લોશન લગાડવું નહિ પડે
Oil Massage: શિયાળામાં ત્વચા વધારે ડ્રાય થઈ જાય છે અને ફાટે છે. ત્વચાને રીપેર કરવા માટે લોકો લોશન લગાડતા હોય છે. પરંતુ જો તમે રોજ રાત્રે નાભીમાં થોડું તેલ લગાડી માલિશ કરવાનું રાખશો તો શિયાળામાં ત્વચા ફાટશે જ નહીં.
Trending Photos
Oil Massage: આયુર્વેદમાં આપણા શરીરના ઉર્જા કેન્દ્ર તરીકે નાભિને ગણવામાં આવે છે. નાભિમા નિયમિત રાત્રે તેલ લગાડવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો શિયાળામાં નાભિમાં તેલ લગાડીને મસાજ કરવાથી ત્વચા મુલાયમ બને છે અને ગ્લોઇંગ દેખાય છે. શિયાળામાં ત્વચા વધારે ડ્રાય થઈ જાય છે અને ફાટે છે. ત્વચાને રીપેર કરવા માટે લોકો લોશન લગાડતા હોય છે. પરંતુ જો તમે રોજ રાત્રે નાભીમાં થોડું તેલ લગાડી માલિશ કરવાનું રાખશો તો શિયાળામાં ત્વચા ફાટશે જ નહીં.
વર્ષોથી નાભીમાં તેલ લગાડવાનું ચલણ છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના યુવાનો આ કામ કરવાનું ટાડે છે. પરંતુ જો તમે શિયાળામાં ત્વચાને અંદરથી સ્વસ્થ અને મુલાયમ રાખવા માંગો છો તો મોંઘા લોશન નો ઉપયોગ કરવાને બદલે નાભીમાં તેલ લગાડી જુઓ. આ કામ કરવાની શરૂઆત કરશો એટલે તમને તુરંત જ તેનો ફાયદો દેખાવા લાગશે.
નાભિમાં નાળિયેરનું તેલ લગાડવાના ફાયદા
શિયાળામાં જો તમે રાત્રે નાભીમાં તેલ લગાડીને મસાજ કરીને સૂવો છો તો સારી ઊંઘ આવે છે. અનિંદ્રા ની સમસ્યા હોય તેમણે નાભીમાં નાળિયેરનું તેલ લગાડવું જોઈએ. નાળિયેરનું તેલ નાભિમાં લગાડવાથી પેટ સંબંધિત સમસ્યામાં પણ આરામ મળે છે. તેનાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને પેટની સમસ્યાઓ ઘટવા લાગે છે. નાભીમાં નાળિયેરના તેલથી માલિશ કરવાથી શરીરનો થાક પણ દૂર થાય છે અને શરીરને એનર્જી મળે છે. ઠંડીની ઋતુમાં નાળિયેરનું તેલ નાભિમાં લગાડવાથી ડ્રાય સ્કીનની સમસ્યા દૂર થઈ જાય છે.
નાભિમાં બદામનું તેલ લગાડવાના ફાયદા
નાભીમાં બદામનું તેલ લગાડવું સ્કીન અને વાળ માટે ફાયદાકારક છે. નાભીમાં બદામનું તેલ લગાડી માલિશ કરવાથી સ્કીન મુલાયમ બને છે અને ગ્લો કરવા લાગે છે. શિયાળામાં ત્વચા પર વધી જતી ડ્રાઇનેસની સમસ્યા નાભીમાં તેલ લગાડવાથી દૂર થઈ જાય છે. બદામનું તેલ નાભિમાં લગાડવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને માનસિક ચિંતા પણ ઓછી થાય છે.
નાભીમાં સરસવનું તેલ લગાડવાના ફાયદા
નાભિમા સરસવનું તેલ લગાડવાથી પણ સ્કીનને મોઈશ્ચર મળે છે જેના કારણે સ્કીન ચમકદાર દેખાય છે. નિયમિત રીતે સરસવનું તેલ નાભિમાં લગાડી મસાજ કરવાથી સ્કીનની ડ્રાયનેસ ઓછી થઈ જાય છે. સરસવનું તેલ નાભિમાં લગાડવાથી શારીરિક અને માનસિક થાક ઉતરે છે. તેનાથી ઊંઘ પણ સારી આવે છે અને ડાયજેશન સુધરે છે.
નાભીમાં તેલ લગાડવાના અન્ય ફાયદા
- શિયાળામાં ત્વચા રૂખી અને બેજાન થઈ જાય છે. જો નિયમિત રાત્રે નાભીમાં તેલ લગાડવામાં આવે તો ત્વચા મુલાયમ અને ચમકદાર રહે છે.
- ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય છે જો તમે નાભિમાં તેલ લગાડો છો તો કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યામાં રાહત થાય છે.
- શિયાળામાં સાંધાના દુખાવા વધી જાય છે. નિયમિત નાભી માં તેલ લગાડવાનું રાખશો તો સાંધાના દુખાવાથી રાહત મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે