બદલતા વાતાવરણમાં આ 5 વસ્તુઓ ખાવા પર રાખવું જોર, વાયરલ ઈન્ફેકશનનો નહીં બનો ભોગ
Monsoon Health Care: જો તમારે વરસાદી વાતાવરણમાં ફેલાતી બીમારીઓથી બચવું હોય તો તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમારે બસ તમારા આહારમાં કેટલાક ફેરફાર કરવાના છે. જો તમે દૈનિક આહારમાં આ વસ્તુઓ ખાવા પર જોર રાખશો તો બીમારીઓ તમારી આસપાસ પણ નહીં ફરકે.
Monsoon Health Care: જુલાઈ મહિનાની શરુઆતથી જ દેશભરમાં વરસાદ બરાબરનો જામ્યો છે. વરસાદના કારણે વાયરલ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ, આંખના ઈન્ફેકશનના કેસ પણ સતત વધી રહ્યા છે. સતત વરસાદ અને વાતાવરણમાં થતા ફેરફારની અસરના કારણે રોગ ઝડપથી ફેલાય છે. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી બીમાર પડે છે. તેવામાં જો તમારે વરસાદી વાતાવરણમાં ફેલાતી બીમારીઓથી બચવું હોય તો તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમારે બસ તમારા આહારમાં કેટલાક ફેરફાર કરવાના છે. જો તમે દૈનિક આહારમાં આ વસ્તુઓ ખાવા પર જોર રાખશો તો બીમારીઓ તમારી આસપાસ પણ નહીં ફરકે.
આ પણ વાંચો:
વિદેશ જતા ગુજરાતીઓ માટે કેનેડા કરતાં બેસ્ટ છે આ 6 દેશ, ફ્રી એજ્યુકેશનની આપે છે ઓફર
ચહેરા પર લગાવો આ ત્રણમાંથી કોઈ એક ફેસમાસ્ક, 10 જ મિનિટમાં ચમકી જશે ચહેરો
White Hair: સફેદ વાળની ચિંતા આ શાક કરશે દુર, માથાના સફેદ વાળ કુદરતી રીતે થશે કાળા
ખાટા ફળ
આ ઋતુ દરમિયાન જો શરીરને રોગપ્રતિકારક શક્તિને વધારવી હોય તો ખાટા ફળનું સેવન શરૂ કરી દેવું. ખાટા ફળમાં સંતરા લીંબુ દ્રાક્ષ જેવા ફળનો સમાવેશ થાય છે. આ ફળ વિટામિન સી થી ભરપૂર હોય છે અને ઇમ્યુન સિસ્ટમ માટે વિટામિન સી જરૂરી હોય છે. વિટામીન સી શરીરમાં સફેદ રક્ત કોષિકાઓનું ઉત્પાદન વધારે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.
લસણ
લસણમાં જીવાણુરોધી એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ગુણ હોય છે. તેમાં એલિસિન નામનું યોગિક હોય છે જે સફેદ રક્તકોશિકાને વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે.
આદુ
આદુમાં જીંજરોલ નામનું કમ્પાઉન્ડ હોય છે. તેમાં એન્ટી ઇનફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. તે સફેદ રક્ત કોષિકાના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
આ પણ વાંચો:
Towel Wrapping: નહાયા પછી ક્યારેય ન લપેટવો ટુવાલ, આ ભુલ નોંતરે છે ગંભીર બીમારીઓ
સવારે બ્રશ કર્યા વગર પીવો આ વસ્તુનું પાણી, જલદી ઓગળી જશે જામેલી ચરબી
ડેડ સ્કીન અને ખીલથી મુક્તિ અપાવે છે આ 3 વસ્તુઓ, 10 મિનિટમાં ચમકી જશે ત્વચા
લીલા પાનવાળા શાકભાજી
પાલક, બ્રોકલી જેવા લીલા શાકભાજીનું સેવન આ સમય દરમિયાન વધારે કરવું જોઈએ. આવા શાક એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે ઇમ્યુમ સિસ્ટમને મજબૂત કરે છે. તેમાં આયરન અને કેલ્શિયમ પણ વધારે હોય છે.
બેરીઝ
બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી જેવી બેરીઝ પણ એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. તે શરીરને વાયરલ રોગોથી થતા નુકસાનથી બચાવે છે. તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને રોગમુક્ત રાખે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)