Study Abroad: વિદેશ જતા ગુજરાતીઓ માટે કેનેડા કરતાં પણ બેસ્ટ છે આ 6 દેશ, ફ્રી એજ્યુકેશનની આપે છે ઓફર

Study Abroad: દર બીજા ગુજરાતી વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય અને પછી ત્યાં જ સેટલ થઈ જાય. વળી માતા પિતા પણ બાળકોની આ ઈચ્છાથી સહમત હોય છે. તેમનું માનવું હોય છે કે બાળકો વિદેશમાં સેટલ થઈ જાય તો ભવિષ્ય સુધરી જાય. વિદેશ જતા વિદ્યાર્થીઓમાં કેનેડા હોટ ફેવરિટ છે. પરંતુ શું તમે જાણો છો કે કેનેડા સિવાય પણ એવા દેશ છે જ્યાં ભણવું અને સેટલ થવું ભારતીય વિદ્યાર્થીઓ માટે વધારે સરળ છે?

Study Abroad: વિદેશ જતા ગુજરાતીઓ માટે કેનેડા કરતાં પણ બેસ્ટ છે આ 6 દેશ, ફ્રી એજ્યુકેશનની આપે છે ઓફર

Study Abroad: દર બીજા ગુજરાતી વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય અને પછી ત્યાં જ સેટલ થઈ જાય. વળી માતા પિતા પણ બાળકોની આ ઈચ્છાથી સહમત હોય છે. તેમનું માનવું હોય છે કે બાળકો વિદેશમાં સેટલ થઈ જાય તો ભવિષ્ય સુધરી જાય. જેના કારણે વિદેશમાં વસવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જાય છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે કેનેડા હોટફેવરિટ છે. પરંતુ શું તમે જાણો છો કે કેનેડા સિવાય પણ એવા દેશ છે જ્યાં ભણવું અને સેટલ થવું ભારતીય વિદ્યાર્થીઓ માટે વધારે સરળ છે? તેનું કારણ છે કે આ દેશમાં ભણવાનો ખર્ચ ખૂબ ઓછો છે. તો ચાલો આજે તમને જણાવીએ કે બાળકોને ભણવા મુકવા હોય તો કયો દેશ બેસ્ટ છે. 

ભારતીય વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે આ 6 દેશ

આ પણ વાંચો:

1. જર્મની
અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાની વાત હોય તો જર્મની ટોચ પર છે. અહીંની યુનિવર્સિટીઓ અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને ફ્રી એજ્યુકેશન પણ ઓફર કરે છે. ખાસ વાત એ છે કે આ યુનિવર્સિટીઓ વૈશ્વિક રેન્કિંગમાં સારી રેટિંગ ધરાવે છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારું શિક્ષણ મળે છે.

2. સ્પેન
ભારતીય વિદ્યાર્થીઓએ સ્પેનિશ યુનિવર્સિટીમાં તેમના શિક્ષણ માટે અન્ય દેશોની સરખામણીમાં ઓછી ફી ચુકવવી પડે છે. સ્પેનમાં રહેવાનો ખર્ચ પણ પરવળે તેવો હોય છે. અહીં શિક્ષણની ગુણવત્તા પણ સારી હોય છે. પબ્લિક યુનિવર્સિટીઓ વાર્ષિક ટ્યુશન ફી આશરે 1000 યુરો  એટલે કે આશરે 85,000 હોય છે.  

3. ઓસ્ટ્રિયા
ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રિયામાં પણ ઓછી ટ્યુશન ફી ચુકવવી પડે છે. સાથે જ ઓસ્ટ્રિયા સારી લાઈફસ્ટાઈલ સાથે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પ્રદાન કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ પણ એક  સારો અને સસ્તો વિકલ્પ છે. 

આ પણ વાંચો:

4. ફ્રાન્સ
ફ્રાન્સની ઘણી યુનિવર્સિટીઓમાં ફ્રી એજ્યુકેશનની ઓફર આપે છે. ક્યારેક અહીં નજીવી ટ્યુશન ફી ચુકવવી પડે છે છે. ફ્રાન્સ અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે એક સારો વિકલ્પ છે. 

5. બેલ્જિયમ
આ યુરોપિયન દેશ પણ નજીવી ટ્યુશન ફી સાથે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપે છે. દેશ અભ્યાસ પછી સ્થાયી થવા માટે પણ ઘણી તકો મળે છે. સાથે જ અહીં રહેવા માટે સારું વાતાવરણ મળે છે.

6. ઈટલી
ઈટલીમાં પણ ભારતીય વિદ્યાર્થીઓને હાઈ લેવલ એજ્યુકેશન, આધુનિક અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે. જેના માટે અહીં વાર્ષિક આશરે 1800 યુરો એટલે કે 1,54,000 રુપિયાનો ખર્ચ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news