લવિંગ, આદુ અને લીંબુથી બનેલું આ પીણું રાત્રે સૂવા સમયે પીવો, લટકતું પેટ જતું રહેશે અંદર
Weight Loss Drink: લટકતું પેટ દેખાવામાં ખરાબ લાગે છે. પેટ પર જામેલી ચરબી ઘટાડવી મુશ્કેલ હોય છે. જો કસરત કર્યા બાદ પણ ફેર પડતો નથી તો તમે રાત્રે સૂવા સમયે લવિંગ, આદુ અને લીંબુથી બનેલું ડ્રિંક્સ પીવો. થોડા દિવસમાં તમને ફાયદો થશે.
નવી દિલ્હીઃ મોટાપો જીવન મુશ્કેલ બનાવી દે છે. આ ડરથી દરેક વ્યક્તિ વજન ઘટાડવાના પ્રયાસમાં રહે છે. ખરાબ ખાનપાન અને આદતોને કારણે ઝડપથી મોટાપો વધે છે. શરીરના કેટલાક ભાગમાં આ ચરમી એવી રીતે જમા થાય છે કે ઘટવાનું નામ લેતી નથી. સૌથી વધુ ચરબી પેટ પર જમા થાય છે. લટકતી ફાંદને અંદર કરવા માટે લોકો જિમમાં જઈને પરસેવો વહાવે છે, પરંતુ તેનાથી ખાસ ફેર પડતો નથી. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે વજન ઘટાડવા માટે ડાઇટ અને એક્સરસાઇઝની સાથે તમારી લાઇફસ્ટાઇલ ઠીક કરવી જરૂરી છે. તમે કેટલાક ઘરેલુ ઉપાયથી મોટાપો ઘટાડી શકો છો. આજે અમે તમને એવા ડ્રિંક વિશે જણાવી રહ્યાં છીએ, જેનાથી તમે પેટ પર જામેલી ચરબી ઘટાડી શકો છો.
મોટાપો ઘટાડવા માટે પીવો આ ડ્રિંક
આ વેટ લોસ ડ્રિંકને તૈયાર કરવા માટે 1 ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં 1 ઇંચ આદુનો ટુકડો નાખો. પાણીમાં 3-4 લવિંગ અને લીંબુનો રસ મિક્સ કરી લો. પાણીને 5-10 મિનિટ સુધી રાખો અને પછી ગાળીને પીલો. દરરોજ રાત્રે સૂતા પહેલા આ ડ્રિંક પીવાનું છે. તેનાથી પેટ પર જામેલી ચરબી ધીમે-ધીમે ઘટવા લાગશે. આ ડ્રિંક પીવાથી તમારૂ વજન ઝડપથી ઘટવા લાગશે.
આ પણ વાંચોઃ કપડાં પર પડી ગયા છે શાહીના ડાઘા? ફિકરનોટ... અપનાવો આ સરળ ઉપાય
વજન ઘટાડવા માટે આદુઃ મોટાપો ઘટાડવા માટે આદુ અસરકારક કામ કરે છે. તેમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી તત્વ હોય છે, જે પાચનને મજબૂત બનાવવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી પેટમાં જામેલી ચરબી ઘટે છે.
વજન ઘટાડવા માટે લીંબુઃ વિટામિન સી અને ફાઇબરથી ભરપૂર લીંબુને વેટ લોસમાં ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુ શરીરમાં જમા ટોક્સિન્સને બહાર કાઢે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુથી પાચન તંત્ર મજબૂત બને છે અને મેટાબોલિઝ્મ ઝડપી બને છે. જેનાથી ફેટ બર્ન થવા લાગે છે.
વજન ઘટાડવા માટે લવિંગઃ લવિંગ પાચનને ઠીક કરે છે. તેમાં જોવા મળતા તત્વ મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં મજબૂતી આપે છે. લવિંગમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટી-બેક્ટીરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.