નવી દિલ્હીઃ ગરમી બાદ જ્યારે વરસાદ થાય છે તો જમીનની અંદર છુપાયેલા કીડા-મકોડા બહાર આવવા લાગે છે. જેના કારણે તેને ઘરોમાં ઘુસતા રોકવા માટે માત્ર બારી-દરવાજા બંધ કરવા પૂરતા નથી. આ કીડા કરડવાની સાથે સંક્રમણને ઝડપથી ફેલાવે છે. તેથી કેટલાક એવા ઉપાય તત્કાલ કરવાની જરૂર હોય છે, જે તેને ખતમ કરી દે. તેવામાં જો તમે પણ વરસાદી કીડા-મકોડાથી પરેશાન છો તો અહીં આપેલા ઉપાયો જરૂર અજમાવી જુઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોકરોચને ભગાડવા માટે હળદરનો ઉપયોગ કરો
તમે ઘરેથી વંદાઓ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે થોડા ગરમ પાણીમાં 2 ચમચી હળદર, 1 કપ લીમડાનું તેલ અને 5 ચમચી લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને રાત્રે સૂતા પહેલા તે જગ્યાએ સ્પ્રે કરો જ્યાંથી કોકરોચ નીકળતા હોય. 2-3 દિવસ સુધી સતત ઉપયોગ કર્યા પછી, તમને ઘરમાં એક પણ વંદો દેખાશે નહીં.


હળદરથી કીડીઓને ભગાડો
વરસાદના દિવસોમાં કીડીઓ આવવી સામાન્ય વાત છે. તેનાથી છુટકારો મેળવવા માટે બરાબર માત્રામાં મીઠામાં હળદર મિક્સ કરી કીડીઓના ઠેકાણા પર છાંટી દો. તેનાથી કીડીઓ થોડા સમયમાં ગાયબ થઈ જશે. 


આ પણ વાંચોઃ અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા


નાના મકોડાને મારવાના ઉપાય
વરસાદના દિવસોમાં ઘરમાં જોવા મળતા નાના મકોડાને ભગાડવા માટે તમે લવીંગના પાઉડરને પાણીમાં નાખીને સ્પ્રે કરી શકો છે. કે પછી કપૂરને સળગાવી રાખી શકો છો. માનવામાં આવે છે કે મકોડા તેની ગંધ સહન કરી શકતા નથી અને તુરંત મરવા લાગે  છે.


આ રીતે વરસાદી જંતુઓને ઘરથી રાખો દૂર
ઘરને વરસાદના દિવસોમાં પેસ્ટ ઈને ઈન્સેક્ટ્સ ફ્રી રાખવું જરૂરી છે. એટલા માટે ઘરમાં સારી રીતે સાફ-સફાઈ કરવી જોઈએ. 


તેવામાં દરરોજ ડસ્ટબિનને ખાલી કરવાથી લઈને કચરા-પોતા કરવા ખુબ જરૂરી છે. આ સાથે પોતા કરવા દરમિયાન પાણીમાં ફિનાઇલ નાખી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube