Monsoon Skin Care: ચોમાસું આવે એટલે વાતાવરણ તો મસ્ત મજાનું થઈ જાય છે પરંતુ ચોમાસામાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ત્વચાની સમસ્યા વધી જાય છે. ત્વચાની સમસ્યામાં સૌથી વધુ સતાવે છે ઓઇલી સ્કીન. ઓઈલી સ્કીનની સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તૈલીય ત્વચા હોય તો તેની સંભાળ રાખવા માટે ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ત્વચાની જરૂરિયાતો પૂરી ન થાય તો ત્વચાને નુકસાન થઈ શકે છે. તૈલીય ત્વચાની સંભાળ રાખવા માટે બજારમાંથી મોંઘી પ્રોડક્ટ લેવાની બદલે તમે ઘરે કેટલાક સ્ક્રબ તૈયાર કરી શકો છો. ઘરે બનાવેલા આ સ્ક્રબ તમારી ત્વચાની સંભાળ પણ રાખશે અને સાથે જ સ્કીનને હેલ્ધી બનાવશે. આ સ્ક્રબ ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ગરોળીને ઘરમાંથી ભગાડવી હોય તો અજમાવો આ 6 માંથી કોઈ એક ઉપાય, 1 કલાકમાં ગરોળી ગાયબ


ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં


Belly Fat: આ ફેટ બર્નિંગ ડ્રિંક પીવાથી માત્ર 10 દિવસમાં ગાયબ થઈ જશે વધેલી ચરબી


કાકડીનું સ્ક્રબ


કાકડી પણ ઓઇલી ત્વચા માટે બેસ્ટ છે. તેના માટે કાકડી ને ખમણી લેવી અને તેને ચહેરા પર લગાડી હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ મસાજ કરી અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો.


કોફી સ્ક્રબ


કોફીમાં રહેલું કેફીન ત્વચા પર નેચરલ ગ્લો લાવવામાં મદદ કરે છે. તેને સ્ક્રબ તરીકે ઉપયોગમાં લેવા માટે એક મોટી ચમચી દહીં લેવું અને તેમાં એક ચમચી કોફી ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે તેની મદદથી ચહેરા પર બે થી ત્રણ મિનિટ માટે મસાજ કરો. ત્યાર પછી પાંચ મિનિટ તેને ચહેરા પર લગાવી રાખો. અઠવાડિયામાં બે વખત આ સ્ક્રબ નો ઉપયોગ કરવાથી તમારી ત્વચા પર ગ્લો દેખાવા લાગશે.


કીવી સ્ક્રબ


કીવી ત્વચાના ટેક્સચર ને સુધારવામાં મદદ કરે છે. તેનું સ્ક્રબ બનાવવા માટે કીવીનો ગર કાઢી અને તેમાં બે ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરો અને ત્રણ મિનિટ માટે મસાજ કરો. અઠવાડિયામાં બે વખત આ સ્ક્રબ કરવાથી ચહેરા પર ગ્લો વધશે.



(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)