ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં અહીંની ટ્રીપ પ્લાન ન કરતાં

Monsoon Trip: ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે. દિલ્હી મુંબઈ સહિતના શહેરોમાં વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસા દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે પણ વિશેષ સાવધાની રાખવી પડે છે તેવામાં જો ચોમાસા દરમિયાન આવતી રજાઓમાં તમે ફરવા જવાનું પ્લાન કરતા હોય તો ખાસ તકેદારી રાખવી જોઈએ. આવી જ બે જગ્યાઓ છે જ્યાં ચોમાસા દરમિયાન ફરવા જવાનું ટાળવું જોઈએ. 

ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં અહીંની ટ્રીપ પ્લાન ન કરતાં

Monsoon Trip: ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે. દિલ્હી મુંબઈ સહિતના શહેરોમાં વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસા દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે પણ વિશેષ સાવધાની રાખવી પડે છે તેવામાં જો ચોમાસા દરમિયાન આવતી રજાઓમાં તમે ફરવા જવાનું પ્લાન કરતા હોય તો ખાસ તકેદારી રાખવી જોઈએ. ચોમાસા દરમિયાન એવી જગ્યાઓએ ફરવા જવાનું ટાળવું જોઈએ જ્યાં સામાન્ય રીતે ભારેથી અતિભારે વરસાદ વધારે પ્રમાણમાં થાય છે. જો તમે આવી જગ્યા ઉપર ફરવા જશો તો વરસાદના કારણે ફસાઈ શકો છો. આવી જ બે જગ્યાઓ છે જ્યાં ચોમાસા દરમિયાન ફરવા જવાનું ટાળવું જોઈએ. આ જગ્યાઓ છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ.

આ પણ વાંચો:

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ ફરવા લાયક સ્થળોમાં સૌથી વધારે પ્રચલિત છે. જો તમે વર્ષ દરમિયાન યોગ્ય સિઝનમાં આ જગ્યાઓએ ફરવા જશો તો પ્રકૃતિનો આનંદ સારી રીતે માણી શકો છો. પરંતુ ચોમાસા દરમિયાન અહીં પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળે છે. આ બે જગ્યા પર ભારે વરસાદ અને લેન્સ સ્લાઇડ નું જોખમ હંમેશા રહે છે તેથી ચોમાસા દરમિયાન આ જગ્યા પર ફરવા જવાનું પ્લાનિંગ ન કરવું જોઈએ.

ઉત્તરાખંડમાં ચોમાસુ

ઉત્તરાખંડની ફરવા લાયક જગ્યાઓની વાત કરીએ તો નૈનીતાલ, મસૂરી, ચંબા જેવી જગ્યાઓ સૌથી વધુ લોકપ્રિય છે. પરંતુ ચોમાસા દરમિયાન ઉત્તરાખંડમાં ફરવા જવાનું ટાળવું જોઈએ. કારણ કે ઉત્તરાખંડમાં સામાન્ય રીતે ભારે વરસાદ સૌથી વધુ જોવા મળે છે. અહીં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. અહીં સૌથી વધારે પર્વતીય વિસ્તાર અને નદીઓ છે. ભારે વરસાદના કારણે અહીં નદીઓમાં પૂર આવે છે અને સાથે જ લેન્ડ સ્લાઇડ નું જોખમ પણ રહે છે.

હિમાચલ પ્રદેશનો ખતરનાક વરસાદ

ભૌગોલિક સ્થિતિ અનુસાર હિમાચલ પ્રદેશ ની કેટલીક જગ્યાઓ પણ એવી છે ચર્ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોવા મળે છે. આ જગ્યાઓ એવી છે જે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને મનાલી, ધર્મશાલા, ડેલહાઉસી, શિમલા જેવી જગ્યામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય છે. અહીં જૂઠી લઈને ઓગસ્ટ અને ઘણીવાર સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ જોવા મળે છે. આવી સ્થિતિમાં આ જગ્યાઓ પર પણ ફરવા જવાનું ચોમાસા દરમિયાન પ્લાન ન કરવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news