Home Remedies: દિવાળીના તહેવારમાં નાના મોટા સૌ કોઈ અલગ જ મોજ મસ્તીમાં હોય છે. દિવાળીના દિવસે સવારથી જ બાળકો તો ફટાકડા ફોડવામાં લાગી જાય છે. દિવાળી થી શરૂ થયા પછી ઘણા દિવસો સુધી ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડા ફોડતી વખતે ઘણી વખત દાઝી પણ જવાય છે. ફટાકડા ફોડતી વખતે જો કોઈ દાઝી જાય તો કેટલીક ભૂલ કરવાનું ટાળવું જોઈએ. ફટાકડાના કારણે જો હાથ કે ત્વચા દાઝી ગઈ હોય તો તેના પર બરફ ટૂથપેસ્ટ કે અન્ય વસ્તુ લગાડવાને બદલે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આ વસ્તુઓ લગાવવાથી નુકસાન થતું નથી અને બળતરાથી ઝડપથી રાહત મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Hair Fall: આ તેલ લગાડશો તો ખરતા વાળની સમસ્યાથી મળશે કાયમી છુટકારો


મોટાભાગે રસોડામાં કામ કરતી વખતે કે ફટાકડા ફોડતી વખતે કોઈ દાઝી જાય તો લોકો તુરંત જ તેના પર પાણી લગાવી દે છે, બરફ લગાવી દે છે અથવા તો ટૂથપેસ્ટ લાવે છે. પરંતુ આવું કરવું જોખમી સાબિત થઈ શકે છે. તેનાથી સ્કીન અને નુકસાન પણ થાય છે. ખાસ તો દાઝ્યા પણ ટૂથપેસ્ટ ક્યારેય ન લગાડવી. તેમાં સોડિયમ ફ્લોરાઈડ હોય છે જે ત્વચાને ડેમેજ કરે છે. 


દાઝ્યા માટે કરો આ ઉપાય 


જો ગંભીર ઇજા હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. પરંતુ નાની મોટી ઈજા હોય તો સૌથી પહેલા પાણીથી સ્કીનને સાફ કરો. ત્યાર પછી સ્કીનને સારી રીતે કોરી કરી લો અને એન્ટિસેપ્ટિક લોશન લગાવો. 


આ પણ વાંચો:ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ચણાના લોટમાં આ 3 માંથી કોઈ 1 વસ્તુ મિક્સ કરી લગાવો


સ્કીનને સાફ કર્યા પછી તેના પર નાળિયેર તેલ પણ લગાડી શકાય છે. જો ઘરમાં એન્ટિસેપ્ટિક ક્રીમ ન હોય તો નાળિયેર તેલને સ્કીન પર લગાવો તેનાથી બળતરાથી પણ રાહત મળશે અને સ્કિન પર ડાઘ પડવાની શક્યતા પણ ઘટી જશે. 


આ પણ વાંચો:Skin Care: 7 જ દિવસમાં ચહેરા પરના ડાઘ દૂર કરવા હોય તો અપનાવો આ 5 માંથી કોઈ એક નુસખો


જો દાજયા પછી સ્કિન પર ફોડલો પડી જાય તો તેને ફોડવાની ભૂલ ક્યારેય કરવી નહીં. જો ફોડલા ને ફોડવામાં આવે તો ઇન્ફેક્શન પણ થઈ શકે છે. આવી કોઈ દુર્ઘટના બને તો ઘરેલુ સારવાર લીધા પછી તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)