Dry skin: શિયાળાની શરૂઆત થાય ત્યારથી જ ત્વચા ડ્રાય થવા લાગે છે. ઘરના કામ કરતી વખતે હાથ અને પગ વારંવાર ધોવા પડે છે જેના કારણે ત્વચા વધારે ડ્રાય થવા લાગે છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ હાથ અને પગની ત્વચા એટલી બધી ફાટી જાય છે કે ત્વચા પર સતત ખંજવાળ અને બળતરા નો અનુભવ થાય છે. જો આવું તમારી સાથે પણ થતું હોય અને તમારે શિયાળાની આ સૌથી સામાન્ય સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો આજે તમને કેટલાક ઘરેલુ નુસખા જણાવીએ જેને અજમાવીને તમે શિયાળામાં તમારી ત્વચા ને મુલાયમ બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રોજ 1 ગ્લાસ પીવું આ એન્ટી એજીંગ જ્યુસ, 50 વર્ષે પણ ત્વચા પર નહીં દેખાય કરચલીઓ


નોર્મલ પાણીનો કરો ઉપયોગ


ઘણા લોકોને આદત હોય છે કે તે ઠંડીમાં વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ કરે છે આમ કરવાથી ત્વચા જલ્દી ડ્રાય થઈ જાય છે અને બે જાન દેખાવા લાગે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી શિયાળામાં પણ નોર્મલ પાણીનો જ ઉપયોગ કરવો જેથી ત્વચાનો મોઈશ્ચર જળવાઈ રહે.


બદામનું તેલ


બદામનું તેલ ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં તમે બદામના તેલનો ઉપયોગ ચહેરા પર, હાથ પર અને પગ પર કરી શકો છો તેનાથી સ્કીન સોફ્ટ થઈ જશે અને ચમકદાર દેખાશે.


આ પણ વાંચો:  ન્યૂ યર પાર્ટી માટે આ 4 સ્ટેપ ફોલો કરી સ્કિનને કરો પાર્ટી રેડી, ચહેરા પર દેખાશે ગ્લો


મધ અને ઘી


મધ અને ઘી નો ઉપયોગ પણ શિયાળામાં ત્વચાની સંભાળ માટે કરી શકાય છે. જો શિયાળામાં તમારી ત્વચા ડ્રાય થવા લાગે તો મધ અને ઘીનો લેપ ત્વચા પર લગાડો. 15 મિનિટ તેને ત્વચા પર રહેવા દો અને પછી નોર્મલ પાણીથી તેને સાફ કરી દો. 


એલોવેરા જેલ


જો ઠંડીના કારણે તમારી ત્વચા ખેંચાયેલી દેખાતી હોય તો એલોવેરા જેલ લગાડવાનું રાખો. એલોવેરા જેલમાં નેચરલ મોઇસ્ચરાઇઝીંગ એજન્ટ હોય છે. એલોવેરા જેલ સ્કીનમાં ડ્રાયનેસ વધવા દેતું નથી અને સ્કીનને સોફ્ટ અને શાઈની બનાવે છે. 


આ પણ વાંચો: ગુજરાતી છો અને આ જગ્યાની મુલાકાત નથી લીધી તો ડુબી મરો.. માર્ચ 2024 સુધીનો સમય છે હજી


સરસવનું તેલ પણ ત્વચાની ડ્રાયનેસને દૂર કરે છે સાથે જ શિયાળામાં સાંધાના દુખાવાની તકલીફથી પણ બચાવે છે. સરસવનું તેલ ડ્રાય સ્કીન માટે રામબાણ ઈલાજ છે તમે તેનો ઉપયોગ કરશો તો ગણતરીના દિવસોમાં જ ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)