ઓનલાઈન ફ્લર્ટિંગનો ક્રેઝ યંગસ્ટર્સમાં ખુબ વધી રહ્યો છે. અનેક અભ્યાસમાં તેના અલગ અલગ ફાયદા પણ સામે આવ્યા છે. જેમ કે ખુશનુમા અને સ્ટ્રેસ ફ્રી લાઈફ. તમને એવું થતું હશે કે આખરે ફ્લર્ટિંગથી હેલ્થ કઈ રીતે સ્વસ્થ રહે અને શું ફાયદા હોય વળી. ડેટિંગ કે ફ્લર્ટિંગ માટે હાલ સોશિયલ મીડિયાનો ખુબ ઉપયોગ પણ થઈ રહ્યો છે. આ માટે યંગસ્ટર્સ ઓનલાઈન સમય પણ ખુબ વીતાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા સમય પહેલા આ અંગે સર્વે થયેલો જેમાં આ વાત સાબિત પણ થઈ હતી. માર્કેટિંગ એજન્સી યૂરો આરએસસીજીના સર્વે મુજબ કોઈ પણ રિલેશનશીપ શરૂ કરવા, આગળ વધારવા અને ખતમ કરવા સુધીમાં સોશિયલ સાઈટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સર્વેમાં 34 ટકા લોકોએ માન્યું હતું કે ઓનલાઈન ફ્લર્ટિંગમાં કોઈ ખરાબ વાત નથી, પરંતુ અન્ય લોકોએ તેને ખોટી ગણાવી. 


કોન્ફિડન્સ બૂસ્ટ કરે છે
જો તમે કોઈને ઈમ્પ્રેસ કરવા માંગતા હોવ તો તેના માટે સેલ્ફ કોન્ફિડન્સ ખુબ જરૂરી છે. જો ઈમ્પ્રેસ કરવામાં સફળ થાવ તો તે તમારા માટે કોન્ફિડન્સ બુસ્ટરનું કામ કરે છે. એટલું જ નહીં, તેનાથી તમે તમારી પ્રોફેશનલ લાઈફમાં પણ સારું મહેસૂસ કરી શકો છો. એક સર્વે મુજબ માત્ર 5 મિનિટની ઓનલાઈન ફ્લર્ટિંગ કામમાં સંતુષ્ટિની ભાવના જગવે છે. 


ફ્લર્ટિંગથી સંબંધમાં વધે છે રોમાન્સ, પણ જો જો...આ નિયમો ન તોડતા


રોજ પીવાનું રાખો આ જ્યૂસ તો નહીં રહે કબજિયાતની તકલીફ, તુરંત થશે અસર


આ વસ્તુઓ ખાવાથી ખૂબ જ થાય છે Hair Fall, ખાતા હોય તો આજથી જ બદલો આદત


વખાણ કરતા આવડે છે
તમે આ દરમિયાન સામેવાળાની કોઈને કોઈ વાત પર વખાણ કરતા જ રહો છો. ધીરે ધીરે એ તમારી આદતમાં સામેલ  થવા લાગે છે. જે તમને એક અલગ પ્રકારનો આનંદ આપે છે. આદત બની જાય પછી તમે અન્ય મિત્રોના વખાણ કરવાનું પણ ચૂકતા નથી. તેનાથી તમારી ગણતરી પોઝિટિવ લોકોમાં થવા લાગે છે અને તમારો સાથ બધાને ગમવા લાગે છે. 


ખુશનુમા સેક્સ લાઈફ
હોલેન્ડમાં થોડા સમય પહેલા 76 કપલ્સ પર થયેલા એક સ્ટડીથી આ વાત સાબિત થઈ છે કે જે લોકો રોજ ફ્લર્ટિંગ કરે છે તેઓ તેમની સેક્સ લાઈફ ખુબ એન્જોય કરે છે. તેમના જીવનમાં સેક્સ અને રોમાન્સ જેવી વસ્તુઓ ખાસ પ્રકારે જગ્યા બનાવી લે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube