Flirting Day 2023: ફ્લર્ટિંગથી સંબંધમાં વધે છે રોમાન્સ, પણ જો જો...આ નિયમો ન તોડતા

Anti-Valentine’s Week: 18મી ફેબ્રુઆરીનો દિવસ ફ્લર્ટિંગ ડે  તરીકે ઉજવવામાં આવે છે. જો તમે કોઈને પસંદ કરતા હોવ તો આ દિવસ તમારા માટે ખાસ બની શકે છે. પણ સાથે સાથે એ પણ જાણો કે ફ્લર્ટિંગ એક કળા પણ છે. જો તમે ફ્લર્ટિંગને એકદમ હળવાશમાં લેશો તો બની શકે કે તમારે તેનું પરિણામ પણ ભોગવવું પડે. 

Flirting Day 2023: ફ્લર્ટિંગથી સંબંધમાં વધે છે રોમાન્સ, પણ જો જો...આ નિયમો ન તોડતા

Flirting Day: 18મી ફેબ્રુઆરીનો દિવસ ફ્લર્ટિંગ ડે  તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક તો ગયું હવે એન્ટી વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલુ છે. આ દિવસે તમે તમારા ક્રશ કે પાર્ટનરની સાથે હેલ્ધી રિલેશનશીપ બનાવી શકો છો. જો તમે કોઈને પસંદ કરતા હોવ તો આ દિવસ તમારા માટે ખાસ બની શકે છે. પણ સાથે સાથે એ પણ જાણો કે ફ્લર્ટિંગ એક કળા પણ છે. જો તમે ફ્લર્ટિંગને એકદમ હળવાશમાં લેશો તો બની શકે કે તમારે તેનું પરિણામ પણ ભોગવવું પડે. 

ફ્લર્ટ ડેનો અર્થ એ કદાપી નથી કે તમે આજના દિવસે બહાર જઈને ગમે તેની સાથે ફ્લર્ટ કરો. બહાર જઈને કોઈની છેડતી કરો. આ દિવસનો અર્થ એ છે કે તમે આજે કોઈ નવા વ્યક્તિને મળો, નવા મિત્રો બનાવો. તમારા પાર્ટનર સાથે સમય વિતાવો, તેમની સાથે ફ્લર્ટ કરો. આજના દિવસે તમે તમારા જીવનસાથી, મિત્ર સાથે કઈક ફ્લર્ટ કરનારા અંદાજમાં મસ્તી કરી શકો છો. 

તમને ખબર છે? પાર્ટનર સાથે ફ્લર્ટ કરવું પણ જરૂરી છે કારણ કે તેનાથી સંબંધમાં રોમાન્સ જળવાઈ રહે છે. જો જીવનમાં પ્રેમ અને તે પ્રેમમાં રોમાન્સ અને ફ્લર્ટિંગ ન હોય તો પ્રેમનો અંદાજ નીરસ બની જાય છે. આથી આ પ્રેમને જાળવવા માટે ફ્લર્ટિંગ ડેની ઉજવણી થતી હોય છે પરંતુ આ સાથે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. 

પાર્ટનર સાથે ફ્લર્ટ ડેની ઉજવણી
તમે તમારા પાર્ટનર સાથે આ દિવસ ઉજવી શકો છો. ખાસ કરીને પાર્ટનર દૂર હોય તો સ્પેશિયલ મેસેજ મોકલો. ઓનલાઈન વીડિયો ચેટ કરો. આજનો દિવસ તમે સ્પેશિયલ અને બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ ઉજવી શકો. ફ્લર્ટ કરવાનો અર્થ એ નથી હોતો કે તમે કોઈને હેરાન કરો પરંતુ આજના દિવસે તમે તમારા પ્રેમનો ઈઝહાર કરો એ પણ મસ્તીભર્યા અંદાજમાં. થોડું ચીડાવીને, ફ્લર્ટ કરીને. અનેક અભ્યાસમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે પ્રેમ સંબંધને લાંબા સમય સુધી ચલાવવા માટે ફ્લર્ટિંગ એક મહત્વપૂર્ણ પડાવ છે. ફ્લર્ટ કરવાના પણ કેટલાક નિયમો હોય છે. જે તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. જો નવા લોકો સાથે ફ્લર્ટિંગ કરતા હોવ તો જાણો ફ્લર્ટિંગ માટેની પાંચ શરતો...

1. સચ્ચાઈ જાણો
ફ્લર્ટિંગ કરતા પહેલા તમારે પોતાની જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ. તમે કેવા દેખાઓ છો તે માટે પોતાને 1થી 10 ની વચ્ચે પોઈન્ટ આપો. પરંતુ આ મામલે તમારે સંપૂર્ણ રીતે ઈમાનદાર હોવું જરૂરી છે. તમારે તમારા પર કામ કરવાની જરૂર છે. કોઈ પણ છોકરી તમને ત્યારે જ જવાબ આપશે જ્યારે તમે તેને સૂટ કરશો નહીં તો તમારી થોડી પણ ભૂલ તમને મજાકનું પાત્ર બનાવી શકે છે. 

2. કમ્ફર્ટ લેવલ બનાવો
ફ્લર્ટિંગ ત્યારે જ સારી રીતે થઈ શકે જ્યારે કોઈ છોકરો કે  છોકરી તમારી આજુબાજુ પોતાને એકદમ સહજ મહેસૂસ કરે. જો તે તમારી પાસે સહજ મહેસસ કરે તો પણ તમારે એક રીતે પહેલ કરવી જરૂરી છે. તમારે તમારું એક કમ્ફર્ટ લેવલ બનાવવું જરૂરી છે. 

3. પસંદગી ધ્યાનથી કરો
કોઈની પણ આગળ જઈને ફ્લર્ટિંગ કરવાનું ચાલુ ન કરવું જોઈએ. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે કોની સાથે ફ્લર્ટિંગ કરી રહ્યા છો. નહીં તમારે લેવાના દેવા પડી શકે છે. કેટલીક છોકરીઓને એ વાત નથી ગમતી કે કોઈ છોકરો તેની સાથે ફ્લર્ટ કરે. તમારે દરેક છોકરી સાથે આ રીતે વાત કરતા બચવું જોઈએ. 

4. કોમન સેન્સ અને હ્યુમર
ફ્લર્ટિંગની સૌથી સારી રીત એ છે કે સિમ્પલ રહેવું. એટલે કે તમારી વાતચીતમાં ગંભીરતા ઓછી હોય અને હસી મજાક વધુ હોય. વાતચીત દરમિયાન કોઈ પણ એવી વાત ન કહેવી કે મજાક ન કરવી કે તેને સમજવામાં સમય જાય. તમારી કોમન સેન્સની સાથે હ્યુમરનો ઉપયોગ પણ કરવો જોઈએ. 

5. સમય યોગ્ય હોવો જરૂરી
ફ્લર્ટિંગ માટે પણ યોગ્ય સમય હોવો જરૂરી છે. તમારે માહોલ જોઈને ફ્લર્ટિંગ કરવું જોઈએ. નાનકડી ભૂલ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આથી જરૂરી છે કે યોગ્ય સમયની રાહ જોવી. આ માટે તમારે પહેલા માહોલ પરખવો અને તમારા સાથીને  ગમતી બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news