Get Rid Of Smelly Sweat: તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે અને વધતી ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થવા લાગ્યા છે. ગરમીના કારણે સૌથી વધારે સમસ્યા પરસેવાની થતી હોય છે. જોકે કેટલાક લોકોની તકલીફ સૌથી વધારે ખરાબ હોય છે. કારણ કે તેમને પરસેવો તો થાય જ છે પરંતુ તેની સાથે જ પરસેવામાંથી દુર્ગંધ પણ આવતી હોય છે. આવી સ્થિતિમાં ડિયોડરન્ટ કે પરફ્યુમ નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો પડે છે. જોકે તેનાથી પણ થોડા સમય માટે જ પરસેવાની દુર્ગંધ દૂર રહે છે. જો ગરમીના દિવસોમાં દુર્ગંધ મારતા પરસેવાથી મુક્તિ મેળવવી હોય તો કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી તમે પરસેવાની દુર્ગંધથી મુક્તિ મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ડ્રાય થયેલા વાળમાં ચમક લાવે છે ચાનું પાણી, આ રીતે તૈયાર કરી વાળમાં કરો ઉપયોગ


શરીરમાં આ વિટામીનની ઊણપ હોય તો ઝડપથી સફેદ થાય છે વાળ, આ રીતે દુર કરો સમસ્યા


ઊંઘ કર્યા વિના કેટલા દિવસ જીવી શકાય ? ઊંઘ ન કરો ત્યારે શરીર પર થાય છે આવી અસર
 


પરસેવાની દુર્ગંધથી મુક્તિ મેળવવી હોય તો ટમેટાનો રસ ઉપયોગમાં લઈ શકાય છે. તેના માટે ટમેટાનો રસ કાઢીને અંડરઆર્મ્સ તેમજ શરીરના એ ભાગોમાં લગાડો છે આ પરસેવો વધારે થતો હોય. અઠવાડિયામાં બેથી ત્રણ વખત ટમેટાના રસનો ઉપયોગ કરશો એટલે શરીરમાંથી પરસેવાની દુર્ગંધ ઓછી થવા લાગશે.


 


ફુદીનાનો ઉપયોગ કરીને પણ દુર્ગંધ અને દૂર કરી શકાય છે. તેના માટે નહાવાના પાણીમાં ફુદીનાના પાન મિક્સ કરીને તેનો ઉપયોગ કરવો. ફુદીનો એન્ટિસેપ્ટિક અને એન્ટી બેકટેરિયલ ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ કરવાથી પણ પરસેવાની દુર્ગંધ દૂર થાય છે 


 


પરસેવાની દુર્ગંધ અને દૂર કરવી હોય તો બેકિંગ સોડા પણ કામ લાગે છે. બેકિંગ સોડા ને અંડરમ્સમાં થોડી વાર લગાડીને રાખો અને પછી ભીના કપડાથી સાફ કરો. તમે બેકિંગ સોડા માંથી સ્પ્રે પણ તૈયાર કરી શકો છો. આ સ્પ્રેનો ઉપયોગ અંડરઆર્મ્સમાં દિવસમાં બે થી ત્રણ વખત કરવાથી પરસેવાની દુર્ગંધથી મુક્તિ મળશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)