ઊંઘ કર્યા વિના કેટલા દિવસ જીવી શકાય ? ઊંઘ ન કરો ત્યારે શરીર પર થાય છે આવી અસર

Side Effects of Not Sleeping: વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે અને જીવિત રહેવા માટે ભોજન પાણી અને હવાની જેટલી જરૂર પડે છે એટલી જ જરૂર ઊંઘની પણ પડે છે. 1997 માં એક વ્યક્તિએ 18 દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી ન ઊંઘવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને પછી...

ઊંઘ કર્યા વિના કેટલા દિવસ જીવી શકાય ? ઊંઘ ન કરો ત્યારે શરીર પર થાય છે આવી અસર

Side Effects of Not Sleeping: શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે તમે નિયમિત 7 થી 9 કલાકની ઊંઘ કરો. જો ઊંઘ બરાબર થાય છે તો બોડી સેલ્સને પણ આરામ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે. સાથે જ તમે દિવસ પર કામ કરવા માટે એક્ટિવ રહી શકો છો. પરંતુ જો તમે નિયમિત રીતે ઓછી ઊંઘ કરો છો તો શરીરમાં દિવસ પર આળસનો અનુભવ થાય છે અને કોઈ પણ કામ કરી શકાતું નથી. જોકે ઊંઘ ન કરવાથી ફક્ત આ તકલીફ જ નહીં પરંતુ અન્ય ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. જેમ કે જો તમે ઊંઘ બરાબર ન કરો તો તમે ડિપ્રેશનના શિકાર પણ થઈ શકો છો. ઊંઘ કર્યા વિના વ્યક્તિના જીવ ઉપર પણ જોખમ ઊભું થઈ શકે છે. 

આ પણ વાંચો:

વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે અને જીવિત રહેવા માટે ભોજન પાણી અને હવાની જેટલી જરૂર પડે છે એટલી જ જરૂર ઊંઘની પણ પડે છે. 1997 માં ઊંઘને લઈને એક સંશોધન કરવામાં આવ્યું હતું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી આયોજિત એક સ્પર્ધામાં એક વ્યક્તિએ 18 દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી ન ઊંઘવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આટલા દિવસ સુધી ઊંઘ ન કરવાના કારણે તેના શરીર ઉપર ઘણી બધી આડ અસરો જોવા મળી હતી. ત્યાર પછી વર્લ્ડ રેકોર્ડમાં આ કેટેગરીને જ બંધ કરી દેવામાં આવી. 

જો તમે રાત્રે બરાબર ઊંઘતા નથી તો શરીર ઉપર તેની ઘણી આડ અસર થાય છે. ઊંઘ ન કરવાના કારણે શરીરની એનર્જી પણ ઘટી જાય છે. તેનાથી માથામાં દુખાવો રહે છે અને સ્નાયુ પણ નબળા પડવા લાગે છે. જે વ્યક્તિ ઊંઘ નથી કરતી તેનું વજન પણ વધવા લાગે છે અને હાઈ બ્લડ પ્રેશર પણ થાય છે. જેના કારણે શરીરનું સંતુલન ખરાબ થઈ જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news