Tea Time Snacks: રજાના માહોલમાં સાંજની ચાના સમયે જો ઘરે મહેમાન આવવાના હોય તો તેમને નાસ્તામાં કંઈ ખવડાવવું જરૂરી થઈ જાય છે. સાંજના સમયે નાસ્તો કરવા માટે સમોસા બેસ્ટ ઓપ્શન હોય છે. પરંતુ સમોસા બનાવવામાં તકલીફ એ હોય છે કે તેને બનાવીને રાખવાથી તેનું પડ પોચું પડી જાય છે. બજારમાં મળતા સમોસા જેવું ક્રિપ્સી નથી રહેતું. જો આવું તમારી સાથે પણ થતું હોય તો આજે તમને સમોસા બનાવવાની બેસ્ટ રીત જણાવીએ. આ રીતે બનાવશો તો ઘરે પણ સમોસા બહાર જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. 
  
સમોસા માટે જરૂરી સામગ્રી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેંદાનો લોટ - 2 કપ
અજમો - 1/2 ચમચી
ઘી - 2 ચમચી
મીઠું
 
સ્ટફિંગની સામગ્રી


આ પણ વાંચો:


તમે તો નથી ખાતાને મિલાવટી ગોળ ? આ રીતે ઘરે ચેક કરો ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત


સ્થૂળતાના દુશ્મન છે આ લીલા પાન, આ પાનની પેસ્ટની એક ચમચી ઓગાળી દેશે જીદ્ધી ચરબી


Weight Loss: વધેલા પેટને અંદર કરવા આ રીતે ઉપયોગ કરો મધનો, ગણતરીના દિવસોમાં થશો સ્લીમ


બાફેલા બટેટા - 2
બાફેલા લીલા વટાણા - 1/2 કપ
આખા ધાણા - 1/2 ચમચી
ઝીણા સમારેલા લીલા મરચા - 2 ચમચી
છીણેલું આદુ - 1 ચમચી
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1 ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
વધાર માટે તેલ


સમોસા બનાવવાની રીત


સૌથી પહેલા એક બાઉલમાં લોટ, અજમો, ઘી અને મીઠું સારી રીતે મિક્સ કરી કણક તૈયાર કરો. કણકને 15 મિનિટ ભીના કપડાથી ઢાંકી સાઈડ પર રાખો.


હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં છીણેલું આદુ, મરચાં આખા ધાણા નાખો અને પછી મેશ કરેલા બટેટા, વટાણા ઉમેરી બરાબર સાંતળો. પછી તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો  અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. મિશ્રણને 3 થી 4 મિનિટ માટે ફ્રાય કરો અને પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો. 


સ્ટફીંગ બરાબર ઠંડુ થઈ જાય પછી તૈયાર કરેલા લોટમાંથી પુરી બનાવી તેને વચ્ચેથી કટ કરી લો. હવે કટ કરેલા એક ટુકડાને ત્રિકોણ શેપ આપી અને તેમાં સ્ટફીંગ ભરી લો. ઉપરની તરફ થોડું પાણી લગાવી સમોસુ સીલ કરી લો. આ રીતે બધા સમોસા તૈયાર કરી લો. 


હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી ધીમા તાપે સમોસાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ રીતે સમોસા તળશો એટલે ક્રિસ્પી થશે.