સ્થૂળતાના દુશ્મન છે આ લીલા પાન, આ પાનની પેસ્ટની એક ચમચી ઓગાળી દેશે જીદ્ધી ચરબી

Gotu Kola Herb Benefits: આ વનસ્પતિના પાંદડા આયુર્વેદિક ઔષધી સમાન ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા ઉપરાંત ઘણી બીમારીઓની સારવારમાં પણ કરવામાં આવે છે. આ વનસ્પતિના પાનમાં એવા પોષક તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 

સ્થૂળતાના દુશ્મન છે આ લીલા પાન, આ પાનની પેસ્ટની એક ચમચી ઓગાળી દેશે જીદ્ધી ચરબી

Gotu Kola Herb Benefits: વધતા વજનથી આજના સમયમાં અનેક લોકો પરેશાન રહે છે. ખાસ કરીને વધતા વજનની સમસ્યા 35 થી 40 વર્ષના યુવા વર્ગને વધારે પ્રમાણમાં નડે છે. નાની ઉંમરમાં લોકોના પેટ અને કમરના ભાગે ચરબી જામી જાય છે. આ રીતે વધેલી ચરબીથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. યુવા ધનમાં વધતા વજનનું મુખ્ય કારણ બેથાણુ જીવનશૈલી અને અનહેલથી લાઈફ સ્ટાઈલ છે. વધેલા વજનના કારણે નાની ઉંમરમાં લોકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ખાસ પ્રકારના લીલા પાનનું સેવન કરવાથી લોકો પોતાની ફિટનેસ ને જાળવી શકે છે.

આ પણ વાંચો:

વજન ઓછું કરવા માટે ગોટુ કોલાના પાન ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. સાઈંટિકફિક ભાષામાં તેને સેંટેલા એશિયાટિકા અને સંસ્કૃતમાં મંડુકપર્ણી કહેવાય છે. આ એક હર્બ છે જે શરીરને ઘણા બધા ફાયદા કરે છે.

ગોટુ કોલા ના પાંદડા આયુર્વેદિક ઔષધી સમાન ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા ઉપરાંત ઘણી બીમારીઓની સારવારમાં પણ કરવામાં આવે છે. આ વનસ્પતિના પાનમાં એવા પોષક તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. નેશનલ સેન્ટર ફોર બાયો ટેકનોલોજી ઇન્ફોર્મેશન ના જણાવ્યા અનુસાર ગોટુ કોલામાં એન્ટી ઓબેસિટી પ્રોપર્ટીઝ હોય છે. જેના કારણે શરીરમાં રહેલું એક્સ્ટ્રા ફેટ ઓછું કરવામાં મદદ મળે છે.

જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો સૌથી પહેલા આ પાનને સાફ કરી તેને પીસીને પેસ્ટ તૈયાર કરી લો. હવે સવારે જાગીને ખાલી પેટ ગરમ પાણી અથવા તો દૂધમાં એક ચમચી આ પેસ્ટ ઉમેરીને નિયમિત તેનું સેવન કરો. આ પાનની પેસ્ટ પીવાના થોડા જ દિવસોમાં તમે અનુભવ છો કે પેટ અને કમરની ચરબી ઘટવા લાગી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news