Fitness: આ ઉંમરે પણ સુંદર અને ફીટ રહેવા Nita Ambani ફોલો કરે છે આ રુટીન, તમે પણ અપનાવી શકો છો
Nita Ambani fitness Secret: નીતા અંબાણી આ ઉંમરે પણ ગજબના ફિટ અને સુંદર દેખાય છે. તેમની સ્કિન અને ફિટનેસ જોઈને તેની ઉંમર અંગે અંદાજ લગાડવો પણ મુશ્કેલ થઈ જાય છે. સુંદરતામાં તે બોલીવુડની અભિનેત્રીઓને પણ માત આપે છે. આટલી ઉંમરે પણ સુંદર અને ફીટ રહેવા માટે નીતા અંબાણી ખાસ ડાયટ ફોલો કરે છે.
Nita Ambani fitness Secret: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે પણ ગજબના ફિટ અને સુંદર દેખાય છે. તેમની સ્કિન પણ આ ઉંમરે ગ્લોઇંગ દેખાતી હોય છે. તેમની સ્કિન અને ફિટનેસ જોઈને તેની ઉંમર અંગે અંદાજ લગાડવો પણ મુશ્કેલ થઈ જાય છે. સુંદરતામાં તો તે બોલીવુડની અભિનેત્રીઓને પણ માત આપે છે. આટલી ઉંમરે પણ સુંદર અને ફીટ રહેવા માટે નીતા અંબાણી ખાસ ડાયટ ફોલો કરે છે. આજે તમને નીતા અંબાણીની ફિટનેસ અને સુંદરતાનું સિક્રેટ જણાવી દઈએ.
આ પણ વાંચો: Lizards: 5 મિનિટમાં ઘરમાંથી છુ થઈ જાશે ગરોળી, રસોડામાં ફરકશે પણ નહીં, અજમાવો આ નુસખા
દિવસની શરૂઆત
સામાન્ય રીતે લોકો ચા કે કોફી પીને દિવસની શરૂઆત કરે છે પરંતુ નીતા અંબાણી સવારે ચા કે કોફી નથી પીતા. નીતા અંબાણી સવારે બીટનું જ્યૂસ અને નટ્સ ખાઈને દિવસની શરૂઆત કરે છે. બીટનો રસ પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને સ્ટેમીના પણ વધે છે સાથે જ સ્કીન પણ સારી રહે છે. સાથે જ ડ્રાયફ્રુટ બોડીને પ્રોટીન અને કેલ્શિયમ આપે છે.
આ પણ વાંચો: White Hair: 1 ચમચી પીળી હળદર સફેદ વાળને મૂળથી કરી દેશે કાળા, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
લંચ
રિપોર્ટ અનુસાર નીતા અંબાણી બપોરના જમવામાં ભરપૂર માત્રામાં ગ્રીન વેજીટેબલ્સનો સમાવેશ કરે છે. સાથે જ તે વેજીટેબલ સૂપ અને સલાડ પણ લે છે.
રાતનું ભોજન
નીતા અંબાણી રાત્રે લાઇટ ડિનર કરવાનું પસંદ કરે છે. રાત્રે તે લીલા શાકભાજી સાથે સ્પ્રાઉટસ નું સૂપ પીવાનું વધારે પસંદ કરે છે. આ સિવાય તે ડિનર હેલ્ધી અને લાઈટ હોય તે વાતનું ધ્યાન રાખીને પૌષ્ટિક તત્વથી ભરપૂર વસ્તુઓનું સેવન કરે છે. તે ઘણી વખત ફ્રુટ્સ અને ડીટોક્ષ ડ્રિંક્સ નું સેવન પણ કરે છે.
આ પણ વાંચો: Dandruff: 7 દિવસમાં ડેન્ડ્રફ થશે સાફ, વાળને સુંદર અને ડેન્ડ્રફ ફ્રી બનાવશે આ નુસખા
વર્કઆઉટ
નીતા અંબાણી આ ઉંમરે પણ વર્કઆઉટ કરવાનું મિસ નથી કરતા. એક રિપોર્ટ અનુસાર નીતા અંબાણી નિયમિત રીતે યોગા અને સ્વિમિંગ કરે છે. જેના કારણે તે ફિગરની ફિટનેસ જાળવી રાખે છે. આ સિવાય તમને ક્લાસિકલ ડાન્સ પણ ખૂબ જ પસંદ કરે છે તે આ ઉંમરે પણ ડાન્સ ની પ્રેક્ટિસ કરે છે જેથી બોડી મોબિલિટી જળવાઈ રહે.
આ પણ વાંચો: ચોખામાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે સાથે રાખી દેજો આમાંથી કોઈ એક વસ્તુ
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)