Dandruff: 7 દિવસમાં ડેન્ડ્રફ થઈ જશે સાફ, વાળને સુંદર અને ડેન્ડ્રફ ફ્રી બનાવશે આ ઘરેલુ નુસખા

Home Remedies for Dandruff: વાળમાં ડેન્ડ્રફ હોય તે એક સામાન્ય સમસ્યા છે. જો તમને પણ આ સમસ્યા હોય તો આજે તમને ડેન્ડ્રફ દુર કરવાના સસ્તા ઘરેલુ નુસખા વિશે જણાવીએ. આ ઘરેલુ નુસખા કરીને તમે 10થી 20 રુપિયાના ખર્ચે ડેન્ડ્રફથી કાયમી મુક્તિ મેળવી શકો છો.

Dandruff: 7 દિવસમાં ડેન્ડ્રફ થઈ જશે સાફ, વાળને સુંદર અને ડેન્ડ્રફ ફ્રી બનાવશે આ ઘરેલુ નુસખા

Home Remedies for Dandruff: વાળમાં ડેન્ડ્રફ હોય તે એક સામાન્ય સમસ્યા છે. જો લાંબા સમય સુધી ડેન્ડ્રફનો ઈલાજ કરવામાં ન આવે તો માથામાં સતત ખંજવાળ અને બળતરા પણ થવા લાગે છે. વાળમાં ડેન્ડ્રફ થવાનું મુખ્ય કારણ વાળમાં ગંદકી હોય છે. એટલે કે નિયમિત રીતે વાળ ધોવાતા ન હોય અથવા તો યોગ્ય રીતે સાફ થતા ન હોય તો તેના કારણે ડેન્ડ્રફ થઈ શકે છે. 

ડેન્ડ્રફને દૂર કરવા માટે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ મળે છે. જોકે આ પ્રોડક્ટ કિંમતમાં મોંઘી પણ હોય છે. તેથી દરેક વ્યક્તિને વારંવાર તેનો ઉપયોગ કરવો પરવળે તેમ ન પણ હોય. તેવામાં તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને ઓછા ખર્ચે પણ ડેન્ડ્રફથી મુક્તિ મેળવી શકો છો. આજે તમને આવા જ કેટલાક ઘરેલુ ઈલાજ જણાવીએ જેને કરવામાં તમને 10 થી 20 રૂપિયાનો ખર્ચ થશે અને તમે ડેન્ડ્રફ થી મુક્ત થઈ જશો. 
 
ડેન્ડ્રફ દુર કરવાના ઘરેલુ નુસખા

લીંબુ અને દહીં

દહીમાં એન્ટીફંગલ ગુણ હોય છે જે વાળમાં ઉત્પન્ન કરતી ફંગસને મટાડે છે. સાથે જ લીંબુ નેચરલ કન્ડિશનરનું કામ કરે છે તેનાથી વાળમાં ચમક પણ આવે છે. દહીમાં લીંબુ ઉમેરીને વાળમાં લગાડવાથી દૂર પણ થાય છે અને વાળ સોફ્ટ બને છે.

નાળિયેર તેલ

નાળિયેર તેલ નેચરલ મોસ્ચ્યુરાઈઝર છે જે વાળને હાઇડ્રેટ રાખે છે અને ડેન્ડ્રફ દૂર કરે છે. જે લોકોને હોય તેમણે વાળ ધોતા પહેલા નાળિયેર તેલ થી માલિશ કરવી અને પછી હેર વોશ કરવા.

એલોવેરા જેલ

ઉનાળાના દિવસોમાં એલોવેરા જેલ માથાને ઠંડક આપે છે અને સાથે જ બળતરા પણ દૂર કરે છે. તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ડેન્ડ્રફને પણ દૂર કરવામાં મદદ કરે છે.

દહીં અને મેથી

દહીં અને મેથીનું મિશ્રણ પણ સ્કેલ્પને સાફ કરે છે અને નેચરલી ડેન્ડ્રફ દૂર કરે છે. તેના માટે મેથીને રાત્રે પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવી દહીં સાથે મિક્સ કરી વાળના મૂળમાં લગાડો. એક કલાક પછી હેર વોશ કરી લો. 

વિનેગર

વિનેગર સ્કેલ્પના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેના કારણે ડેન્ડ્રફ ધીરે ધીરે ઘટવા લાગે છે. વિનેગરનો ઉપયોગ કરવાથી સ્કેલ્પ પર જામેલી ડેડ સ્કીન પણ દૂર થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news