નવી દિલ્લીઃ WHO અનુસાર, અસુરક્ષિત અને બગડેલા ખોરાકમાં ખતરનાક બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ અને રાસાયણિક પદાર્થો હોઈ શકે છે, જેનાથી ઝાડાથી કેન્સર સુધીની 200 જેટલી રોગો થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે એક અંદાજ મુજબ દુનિયાભરના દર 10 લોકોમાંથી 1 વ્યક્તિ ચેપગ્રસ્ત અથવા બગડેલું ખોરાક ખાવાથી બીમાર પડે છે અને દર વર્ષે લગભગ 4 લાખ 20 હજાર લોકો ખોરાકજન્ય બિમારીથી મૃત્યુ પામે છે. બગડેલા ખોરાકને લીધે બાળકો બીમાર થવાનું જોખમ વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે ખોરાકને બગડતો અટકાવી શકાય?
ઉનાળાની ઋતુમાં તમે સવારે જે રસોઇ કરો છો તે બપોર કે સાંજ સુધી બગડે છે. તે દૂધ, ફળ કે શાકભાજી પણ હોઈ શકેછે. પરંતુ આ સરળ યુક્તિઓ અપનાવ્યા પછી, તમને આ સમસ્યાથી રાહત મળશે.


1- જો તમે ભાત બનાવ્યા છે અને તે વધ્યા છે, તો ચિંતા કરશો નહીં. તમે ફક્ત તેમને બોક્સમાં બંધ કરો, જેમાં હવા ન જઇ શકે. હવે આ બોક્સને ફ્રિજમાં રાખો અને પછી સાંજે અથવા બીજા દિવસે સવારે આરામથી ખાઓ.


2- જો તમે થોડા કલાક પહેલા બનાવેલ દાળનું સેવન કરો છો, તો તેને ગરમ કરવાનું ભૂલશો નહીં.


3- ઉનાળામાં, દૂધ ફાટવાની અથવા બગાડવાની પરિસ્થિતિને ઘણી વખત સામનો કરવો પડે છે. પરંતુ તમે આ સમસ્યાને રોકી શકો છો. આ માટે તમારે ફક્ત દૂધને સારી રીતે ઉકાળવું  અને પછી તેને ફ્રિજમાં રાખો. જો તમારી પાસે ફ્રિજ અથવા લાઈટ ન હોય તો, પછી મોટા પાત્રમાં સામાન્ય પાણી ભરો અને પાણીને વચ્ચે દૂધને રાખો..


4-કઠોળ અથવા અન્ય સુકા શાકભાજી રાંધતી વખતે તેમાં થોડું નાળિયેર નાખો. નાળિયેર ઉમેરવાથી શાકભાજી લાંબા સમય સુધી સલામત રહેશે અને નાળિયેરનું સેવન કરવાના ફાયદાઓ પણ મળશે...


5- કોઈ પણ ખાદ્ય ચીજો રાંધવા કે તૈયાર કર્યા પછી તરત જ ફ્રિજમાં ના રાખો..તેને પહેલા ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ફ્રિજમાં રાખો.


6- જો તમે ઓફિસમાં ખાવાનું લાવતાં હોવ છો, તો ઠંડુ થાય ત્યારબાદ જ ટિફિનમાં ખોરાક રાખો અને ઓફિસ આવ્યા પછી બેગમાંથી ખોરાક બહાર કાઢો.


7- પહેલા કાચી શાકભાજી અને ફળો સારી રીતે ધોઈ લો. પછી તેને ફ્રિજમાં રાખો. ઓછી માત્રામાં અથવા તમે બેથી ત્રણ દિવસમાં પૂરું કરી શકો તેટલું ફળો અથવા શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરો.