White Hair: આજના સમયમાં ઝડપથી સફેદ થતાં વાળ એક મોટી અને સામાન્ય સમસ્યા બની ગઈ છે. કોલેજ જવાની ઉંમરમાં પણ યુવાનોના વાળ સફેદ થવા લાગે છે. વાળની સફેદી છુપાવવા માટે લોકો નાની ઉંમરમાં જ કલર મહેંદી જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા લાગે છે. વાળને સફેદમાંથી કાળા કરતાં પ્રોડક્ટ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક પ્રોડક્ટ કેમિકલથી ભરપૂર હોય છે. જે વાળને કાળા તો કરે છે પરંતુ સાથે જ આડઅસર પણ કરે છે. આવી વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરવાથી વાળને ગંભીર નુકસાન થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શિયાળામાં વધારે ફાટવા લાગે સ્કિન તો અજમાવો આ ઘરેલુ નુસખા, મિનિટોમાં ખીલી જશે ત્વચા


જો તમે પણ સફેદ થતાં વાળની ચિંતામાં દિવસ રાત પસાર કરો છો તો આજે તમને એક એવો ઉપાય જણાવીએ જેમાં આડઅસર પણ નહીં થાય અને સફેદ વાળનો ગ્રોથ અટકી શકે છે. ખાવા પીવાની જ કેટલીક વસ્તુઓનું સેવન કરીને વાળને સફેદ થતાં અટકાવી શકાય છે. જો તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો વાળ કાળા રહેશે અને વાળનું ટેક્સચર પણ સુધરે છે. આજે તમને કેટલાક આયુર્વેદિક ફૂડ વિશે જણાવીએ જે વાળને નેચરલી કાળા રાખે છે અને સફેદ થતા અટકાવે છે. 


આ પણ વાંચો: Skin Care: ત્વચાની ભલાઈ ઈચ્છતા હોય તો આ 5 સ્કિન કેર હૈક્સ ક્યારેય ટ્રાય ન કરવા


વાળને કાળા કરતાં આયુર્વેદિક ફૂડ  


આમળા 


શિયાળામાં ભરપૂર માત્રામાં મળતા આમળા એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન સી થી ભરપૂર હોય છે. સૌ કોઈ જાણે છે કે આમળામાં એવા તત્વ હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. શિયાળા દરમિયાન આમળાનો રસ કાઢીને પીવાથી સફેદ વાળનો ગ્રોથ સ્લો થઈ જાય છે. આમળાના જ્યુસનું સેવન ન કરવું હોય તો આમળાના પાવડરનું સેવન પણ કરી શકાય છે. તેના માટે એક ચમચી આમળાના પાવડરમાં ઘી મિક્સ કરીને તેને હૂંફાળા પાણી સાથે લેવું. 


આ પણ વાંચો:


તલ 


કાળા અને સફેદ તલ પણ હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે અને તે વાળને પોષણ આપવાનું કામ કરે છે. ખાસ કરીને કાળા તલમાં મેલેનીનનું પ્રોડક્શન વધારવાના ગુણ હોય છે. મેલેનીન વાળની રંગતના જાળવી રાખવાનું કામ કરે છે. તેના માટે એક થી બે ચમચી તલને શેકી અને ગોળ સાથે શિયાળા દરમિયાન ખાવા જોઈએ. 


આ પણ વાંચો: Teeth Whitening Tips: મોતી જેવા સફેદ ચમકતા દાંત માટે અજમાવી જુઓ આ સરળ ઘરેલુ નુસખા


મીઠો લીમડો 


રસોઈમાં સૌથી વધુ વપરાતો મીઠો લીમડો વાળને પણ કાળા કરી શકે છે. મીઠો લીમડો વિટામીન અને પોષક તત્વથી ભરપૂર હોય છે. મીઠો લીમડો ખરતા વાળને અટકાવવામાં પણ મદદ કરે છે અને સફેદ વાળનો ગ્રોથ પણ ઘટાડી શકે છે. આ વસ્તુઓ સિવાય ઘી અને કાળી કિસમિસ ખાવાથી પણ વાળ સ્વસ્થ રહે છે અને સફેદ થતાં વાળનો ગ્રોથ રોકવામાં મદદ કરે છે


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)