Hair Growth Tips: આપણામાંથી ઘણા લોકો હેર ગ્રોથ વધારવા માંગે છે પરંતુ અનેક પ્રયત્ન કર્યા છતાં પણ હેર ગ્રોથ જોઈએ તેવો થતો નથી. ખાસ કરીને યુવતીઓમાં લાંબા વાળની ફેશન વધી છે. લાંબા વાળ સુંદરતામાં વધારો કરે છે પરંતુ અનેક પ્રયત્ન છતાં વાળ ઝડપથી લાંબા થતા નથી. કેમિકલ યુક્ત પ્રોડક્ટ અને વિવિધ ટ્રીટમેન્ટના કારણે વાળ ડેમેજ થઈ જાય છે અને ઝડપથી ખરવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: એકપણ રુપિયો ખર્ચ કર્યા વિના આ રીતે ઘરે બનાવો Walnut Scrub, ખૂબ જ સરળ છે રીત


આવી સ્થિતિમાં વાળ લાંબા કરવા એક ચેલેન્જ બની જાય છે. જોકે વાળને કુદરતી રીતે લાંબા કરવા હોય તો તમારે ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓ એવા પોષક તત્વથી ભરપૂર હોય છે જે વાળનો ગ્રોથ વધારે છે. જો વાળને શરીરની અંદરથી જ પોષણ મળશે તો વાળ ઝડપથી લાંબા થશે. તો જો તમારે પણ ઝડપથી કમર સુધી લાંબા વાળ કરવા હોય તો આજથી જ આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરો.


આ વસ્તુઓ ખાવાથી ઝડપથી લાંબા થશે વાળ


આ પણ વાંચો: અનંત-રાધિકાના લખાયા લગ્ન, નીતા અંબાણી, ઈશા અંબાણીનો લુક છે જોવા જેવો, જુઓ photo


ઈંડા


ઈંડા પ્રોટીન, બાયોટીન અને એમિનો એસિડથી ભરપૂર હોય છે. પ્રોટીન વાળનું બોંડિગ મજબૂત કરે છે અને બાયોટીન વાળની ઇલાસ્ટીસીટી સુધારે છે. આ પોષક તત્વો મેળવવા માટે બાફેલા ઈંડા ખાવા જોઈએ.


આ પણ વાંચો: વજન ઉતારવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય, આ ડાયટ ફોલો કરનારનું ઝડપથી ઘટે છે વજન


પાલક


પાલક પણ આયરન, વિટામીન એ અને ફોલેટથી ભરપૂર હોય છે. પાલક ખાવાથી વાળના ફોલિકલ સુધી ઓક્સિજન સરળતાથી પહોંચે છે. પાલકને તમે સલાડ તરીકે પણ ખાઈ શકો છો અને તેને શાક તરીકે  પણ ખાઈ શકાય છે. પાલક ઓવરઓલ હેલ્થને પણ સુધારે છે.


આ પણ વાંચો: આ દેશોમાં ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ માન્ય, અહીં ફરવા જાઓ તો બિંદાસ કરો સેલ્ફ ડ્રાઈવ


સાલ્મન


સાલ્મન માછલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, વિટામીન ડી અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે વાળને પોષણ આપવાની સાથે સ્કેલ્પને પણ સુધારે છે. જો તમે ફિશ ખાવા માંગતા નથી તો તમે ફિશ ઓઇલની સપ્લીમેન્ટ પણ ખાઈ શકો છો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)