અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનાના લખાયા લગ્ન, નીતા અંબાણી, ઈશા અંબાણીનો લુક છે જોવા જેવો, જુઓ photo
Anant Ambani pre wedding ceremony: ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન જુલાઈ 2024 માં થવાના છે પરંતુ તે પહેલા માર્ચ 2024 માં તેમની પ્રિ વેડિંગ સેરેમની થવા જઈ રહી છે. જેની શરૂઆત લગ્ન લખાણથી થઈ ચૂકી છે.
પ્રિ વેડિંગ સેરેમની
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગન લખાણની તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ પ્રિ વેડિંગ સેરેમનીમાં નીતા અંબાણી, ઈશા અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
નીતા અંબાણી
અનંત અંબાણીના લગ્ન લખવાની સેરેમનીમાં નીતા અંબાણીએ અનામિકા ખન્નાના કલેક્શનમાંથી એક લેહેંગો પસંદ કર્યો હતો. સાથે તેણે ઘરચોડાની ઓઢણી ઓઢી હતી. નીતા અંબાણીએ તેના લુકને ગુજરાતી ટચ આપ્યો હતો અને તેમાં તે સુંદર લાગી રહ્યા હતા.
ઈશા અંબાણી
અનંત અંબાણીની પ્રિવેડિંગ સેરેમની માટે ઈશા અંબાણીએ પણ અનામિકા ખન્નાના આઉટ ફીટને પસંદ કર્યા હતા. ઈશા અંબાણીએ દોરી વર્ક વાળો લહેંગો પસંદ કર્યો હતો. સાથે તેને પણ ઘરચોળાની ઓઢણી ઓઢી હતી. આ ઓઢણી પર સ્વદેશી કારીગરોએ હસ્તકલા કરી છે. આ લહેંગા સાથે ઈશા અંબાણીએ તેની માતા નીતા અંબાણીના ઇયરિંગ્સ અને નેકપીસ પહેર્યા હતા.
રાધિકા મર્ચન્ટ
લગ્ન લખાણમાં રાધિકા મર્ચન્ટે પણ અનામિકા ખન્નાના પેસ્ટલ બ્લુટોન લેહંગાને પસંદ કર્યો હતો. રાધિકા મર્ચન્ટ આઉટ ફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાધિકા મર્ચન્ટે તેના લુકને થ્રી લેયર નેક પીસ સાથે કમ્પ્લીટ કર્યો હતો. સાથે જ તેને ડાયમંડનો માંગ ટીકો લગાવ્યો હતો.
29 ડિસેમ્બર 2022 ના રોજ નાથદ્વારામાં પરિવારના સભ્યો વચ્ચે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન નક્કી થયા હતા. જ્યારે આ કપલ જુલાઈ 2024 ના અંતમાં લગ્નના બંધનમાં બંધાશે. તે પહેલા માર્ચ મહિનાની શરૂઆતમાં જામનગર ખાતે તેમની પ્રિ વેડિંગ સેરેમનીનું આયોજન થવા જઈ રહ્યું છે.
Trending Photos