Weight Loss: મોટાભાગે દરેકના ઘરે રોટલી બનાવવા માટે માત્ર ઘઉંના લોટનો ઉપયોગ થાય છે. પરંતુ જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે ઘઉંના લોટની રોટલી એટલી ફાયદાકારક રહેતી નથી. જો ઝડપથી વજન કંટ્રોલ કરવું હોય અને વધેલું પેટ ઘટાડવું હોય તો 4 લોટ એવા છે જે સૌથી વધુ ફાયદો કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 4 અનાજના લોટ વજન ઘટાડવાની પ્રોસેસમાં ઝડપી અસર કરે છે. આ લોટમાંથી બનેલી રોટલી ખાવાથી પાચનથી લઈને પેટની ચરબી ઘટાડવા સુધીની અસર થાય છે. તેમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ પણ હોય છે. આ લોટની ખાસ વાત એ છે કે તે ગ્લુટન ફ્રી હોય છે. તો ચાલો તમને જણાવીએ કયા છે આ લોટ.  


આ પણ વાંચો:


આ 5 નેચરલ વસ્તુઓ ત્વચાને ક્લીન કરવા માટે બેસ્ટ, ફેસવોશ કરતાં સારી રીતે કરે છે કામ


Hair Care: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, જો રસોડામાં રહેલી આ વસ્તુઓથી ધોશો વાળ


Weight Loss:રોજ ખાવી આ 5 વસ્તુઓ, પેટ અને કમરની વધેલી ચરબી 15 દિવસમાં ઓગળી જશે


જુવારનો લોટ


જુવારનો લોટ શરીરને સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ આપે છે. આ લોટ ખાવાથી પાનચક્રિયા સુધરે છે. આ સિવાય જુવારનો લોટ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને હાર્ટની હેલ્થ સુધારે છે. તમે ઘઉંના લોટમાં જુવારનો લોટ મીક્સ કરીને પણ રોટલી બનાવી શકો છો.


બાજરીનો લોટ


જુવારની જેમ બાજરીનો લોટ પણ ગ્લુટેન ફ્રી હોય છે. તે પ્રોટીન, ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. આ લોટમાંથી બનેલી રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વધુ પડતું ખાવાથી બચી શકાય છે.


ઓટ્સનો લોટ


ઓટ્સને પીસીને તેનો લોટ તૈયાર કરવામાં આવે છે. આ લોટમાંથી બનતી રોટલી શરીર માટે લાભકારી છે. આ લોટમાં પણ ઘઉંનો લોટ મિક્સ કરી તેનો ઉપયોગ કરી શકાય છે. ઓટ્સમાંથી બનેલી રોટલી શરીરને મિનરલ્સ, ફાઇબર, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ પુરા પાડે છે.


ચણાનો લોટ 


તમે ચણાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને પણ રોટલી બનાવી શકો છો. ફાઈબરથી ભરપૂર આ રોટલીઓ સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વોથી ભરપુર હોય છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)