સવારે જાગશો એટલે સ્કીન કરતી હશે Glow, રોજ રાત્રે લગાવો ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી બનેલી ખાસ ક્રીમ
Home Made Night Cream: આજે તમને એક ખાસ હોમમેડ ક્રીમ બનાવવાની રીત જણાવીએ જેનો ઉપયોગ કરીને તમે ગ્લોઇંગ ત્વચાની ઈચ્છા પૂરી કરી શકો છો. આ ક્રીમ તમે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી બનાવી શકો છો અને રોજ રાતે સૂતા પહેલા તેને ચહેરા પર અપ્લાય કરવાની છે. તેનો ઉપયોગ કરવાનું શરુ કરશો એટલે પહેલીવારથી જ તેની અસર દેખાવા લાગે છે.
Home Made Night Cream: આજના સમયમાં દરેકને સુંદર ત્વચા હોય તેવી ઈચ્છા હોય છે. સુંદર ત્વચા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ વાપરે છે અને ઘણા તો ટ્રીટમેન્ટ પણ કરાવે છે. જોકે કેમિકલ યુક્ત પ્રોડક્ટના કારણે જેવી ઈચ્છા હોય તેવું રીઝલ્ટ ઘણી વખત મળતું નથી. તો આજે તમને એક ખાસ હોમમેડ ક્રીમ બનાવવાની રીત જણાવીએ જેનો ઉપયોગ કરીને તમે ગ્લોઇંગ ત્વચાની ઈચ્છા પૂરી કરી શકો છો. આ ક્રીમ તમે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી બનાવી શકો છો અને રોજ રાતે સૂતા પહેલા તેને ચહેરા પર અપ્લાય કરવાની છે. તેનો ઉપયોગ કરવાનું શરુ કરશો એટલે પહેલીવારથી જ તેની અસર દેખાવા લાગે છે. થોડા દિવસ આ હોમમેડ સ્કીન ક્રીમનો ઉપયોગ કરશો એટલે તમે તમારી ત્વચામાં ફરક અનુભવશો.
આ પણ વાંચો:
સ્લીવલેસ કપડાં પહેરવા છે પણ કાળા અંડરઆર્મ્સ દેખાવાની ચિંતા છે? તો કરો આ ઉપાય
ઉનાળામાં ચહેરાની સુંદરતા વધારવા આ રીતે કરો છો બરફનો ઉપયોગ ? તો જાણો તેના નુકસાન વિશે
સીરમ લગાવ્યા વિના વાળમાં આવશે મીરર શાઈન, આ રીતે કરો નારિયેળ પાણીનો ઉપયોગ
ક્રીમ બનાવવાની સામગ્રી
એલોવેરા જેલ
ચોખા
કોકોનટ ઓઇલ
ગુલાબજળ
ક્રીમ બનાવવાની રીત
સૌથી પહેલા ચોખા લેવા અને તેને સારી રીતે પાણીમાં ધોઈને પલાળી દેવા. 30 મિનિટ પછી પાણીમાંથી ચોખા કાઢીને મિક્સર જારમાં તેને લઈ બરાબર પીસી લેવા. ચોખાની સ્મુધ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેમાં એક ચમચી એલોવેરા જેલ જરૂર અનુસાર ગુલાબજળ અને એક ચમચી કોકોનટ ઓઇલ ઉમેરો. ત્યાર પછી ફરી એકવાર મિક્સર જારમાં બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર પછી આ તૈયાર પેસ્ટને એક કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લો.
તૈયાર કરેલી ક્રીમને ચહેરા પર લગાડતા પહેલા ચહેરા ને બરાબર રીતે સાફ કરી લેવો. ત્યાર પછી ચહેરા પર ક્રીમ લગાડીને હળવા હાથે પાંચ થી દસ મિનિટ મસાજ કરો. ત્યાર પછી રાત આખી ક્રીમને ચહેરા પર રહેવા દો અને સવારે સ્કીનને બરાબર સાફ કરો.