સ્લીવલેસ કપડાં પહેરવા છે પણ કાળા અંડરઆર્મ્સ દેખાવાની ચિંતા છે? તો તમારી સમસ્યાનું સમાધાન છે આ સરળ ઉપાય
Home Remedies for Dark Underarms: ખાસ કરીને અંડરઆર્મ્સની ત્વચા જો કાળી થઈ ગઈ હોય તો સ્લીવલેસ કપડાં પહેરતા શરમ અનુભવાય છે. જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો તમને આજે જણાવીએ એવા ઘરગથ્થુ ઉપાય વિશે જેને કરવાથી અંડરઆર્મ્સની કાળી પડેલી ત્વચા નોર્મલ થઈ જશે.
Trending Photos
Home Remedies for Dark Underarms: ગરમીના દિવસો શરૂ થાય એટલે લોકોનો પહેરવેશ બદલી જાય છે. આ સમયે ઢીલા કપડા અને સ્લીવલેસ કપડા પહેરવા વધારે ગમે છે. ઉનાળા દરમિયાન સ્લીવલેસ કપડા પહેરવા તો ગમે છે પરંતુ વિચાર પણ ખૂબ જ કરવો પડે છે. ખાસ કરીને અંડરઆર્મ્સની ત્વચા જો કાળી થઈ ગઈ હોય તો સ્લીવલેસ કપડાં પહેરતા શરમ અનુભવાય છે. જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો તમને આજે જણાવીએ એવા ઘરગથ્થુ ઉપાય વિશે જેને કરવાથી અંડરઆર્મ્સની કાળી પડેલી ત્વચા નોર્મલ થઈ જશે.
આ પણ વાંચો:
એલોવેરા
એલોવેરા નો ઉપયોગ આજ સુધી તમે વાળ અને ત્વચા માટે ઘણી વખત કર્યો હશે પરંતુ તેની મદદથી તમે અંડરઆર્મ્સને સાફ કરી શકો છો. તેના માટે એલોવેરા જેલ લેવું અને તેના વડે મસાજ કરવી. 20 મિનિટ આવું કરશો તો કાળી ત્વચા ધીરે ધીરે નોર્મલ થવા લાગશે.
હલ્દી ચંદન લેપ
હળદર અને ચંદનમાં એવા ગુણ હોય છે જે ત્વચાની રંગત નિખારે છે. તેના માટે એક વાટકીમાં અડધી ચમચી હળદર અને ચંદન પાવડર લેવો તેમાં જરૂર અનુસાર કાચું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને અંડરઆર્મ્સ પર લગાવો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આવું કરવાથી કાળી ત્વચા નોર્મલ થવા લાગશે.
ટામેટા
ટામેટામાં નેચરલ બ્લીચીંગ એજન્ટ હોય છે જે સ્કીનની રંગત વધારે છે. તેના માટે ટામેટાનો રસ લઈને અંડરઆર્મ્સ પર લગાડી 15 મિનિટ રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી તેને સાફ કરો.
બટેટા
બટેટાના રસમાં સીટ્રિક એસિડ હોય છે જે ડેડ સ્કિનને દૂર કરે છે અને ડાર્કનેસ પણ ઘટાડે છે. તેના માટે બટેટાને ખમણીને તેમાં થોડું ગુલાબજળ ઉમેરી અંદર લગાડો. ત્યાર પછી તેને સાફ કરી દો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે