Dark Spot: ચહેરાની સુંદરતા વધારવા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ અને બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ત્વચાની કેટલીક સમસ્યા એવી હોય છે જેમાં આ પ્રકારની વસ્તુઓ કોઈ અસર કરતી નથી. જો વધારે ખર્ચ કરવામાં આવે તો પૈસાની બરબાદી થાય છે. અને ત્વચામાં પણ કોઈ ફેરફાર થતો નથી. આવી જ એક સમસ્યા છે કપાળ પર થયેલા કાળા ડાઘ. કપાળ પર દેખાતી ડાર્કનેસ ને દૂર કરવી હોય તો તમે રોજ સ્કીન કેર રૂટીન ફોલો કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફોર હેડ પર દેખાતી કાળાશ દૂર થવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Turmeric: હળદરમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, પાર્લર જેવી ચમક ઘરે જ મળશે


ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓની મદદથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે. આ નુસખા ખૂબ જ ફાયદાકારક અને સસ્તા છે. આ ટિપ્સને સ્કીન કેરમાં સામેલ કરવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે. 


કાચું દૂધ 


કાચું દૂધ સ્કીમ કે રૂટીન માટે બેસ્ટ છે. તેનાથી ચહેરાના એકને, કરચલીઓ દૂર થાય છે અને ડાર્ક સપોર્ટ પણ ઝડપથી હટે છે. કાચા દૂધમાં ગુલાબજળ મિક્સ કરીને માથા પર લગાડો. પાંચ મિનિટ હળવા હાથે માલીશ કરો. તેનાથી માથા પરની કાળાશ દૂર થઈ જશે. 


આ પણ વાંચો:ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, 40 વર્ષની ઉંમરે પણ ત્વચા દેખાશે 28 વર્ષ જેવી


મધ અને લીંબુ 


મધ અને લીંબુનું મિક્સચર ત્વચાને એક્સપોલિયેટ કરે છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે ચહેરાનો નિખાર વધારે છે. મધ અને લીંબુના રસની પેસ્ટ અને માથા પર લગાવી પાંચ મિનિટ મસાજ કરો. ત્યાર પછી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરા પર દેખાતા ડાર્ક સ્પોટ દૂર થવા લાગે છે.


કાકડી 


કાકડી ત્વચાની સુંદરતા વધારે છે. કાકડી ત્વચાને મોશ્ચુરાઈઝ કરે છે. તેનાથી ત્વચા હાઈડ્રેટ રહે છે. કાકડીને ટુકડામાં કાપીને અથવા તો તેનો રસ કાઢીને ચહેરા પર લગાવી દસ મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. 


આ પણ વાંચો:Foods: રાત્રે ચા-કોફી જ નહીં આ 7 વસ્તુઓ ખાવાનું પણ ટાળજો, ખાવાથી ઉડી જાય છે ઊંઘ


હળદર 


દરેક ઘરમાં રહેલી હળદર હળદર ત્વચાની સુંદરતા વધારવા માટે બેસ્ટ છે. હળદર ત્વચાના ડેડ સેલ્સને દૂર કરે છે. હળદર નો ઉપયોગ કરવાથી માથા પર દેખાતી કાળા સરળતાથી દૂર થાય છે. તેના માટે હળદરના પાવડરમાં ગુલાબજળ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર રહેવા દો અને પછી પાણીથી ચહેરો સાફ કરી લો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)