Youthful Skin: ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, 40 વર્ષની ઉંમરે પણ ત્વચા દેખાશે 28 વર્ષ જેવી
Youthful Skin: જેમ જેમ ઉંમર વધે છે તેમ ત્વચા પણ બદલે છે. વધતી ઉંમરની સાથે ત્વચા પર કરચલીઓ, ડાઘ વધારે દેખાવા લાગે છે. વધતી ઉંમરની આ અસરને અટકાવી પણ શકાય છે. 40 વર્ષની ઉંમરે પણ ત્વચા 28 વર્ષ જેવી યુવાન દેખાય તેવી ઈચ્છા હોય તો ડાયટમાં આ પાંચ વસ્તુઓનો સમાવેશ કરો. આ પાંચ વસ્તુઓ ખાવાથી ત્વચા પર વધતી ઉમરની અસર દેખાતી નથી.
શક્કરીયા
શક્કરિયા એન્ટિઓક્સિડન્ટ અને વિટામિનથી ભરપૂર હોય છે. શક્કરિયા ત્વચા ને અંદરથી પોષણ આપે છે. નિયમિત તેનું સેવન કરવાથી ત્વચા પરની કરચલીઓ અને ફાઈન લાઇન્સ દૂર થઈ જાય છે. તેનાથી ત્વચા ચમકદાર બને છે.
પપૈયુ
પપૈયું સ્વાદિષ્ટ હોવાની સાથે ત્વચા માટે ફાયદાકારક પણ છે. તેમાં એવા એન્જાઈમ હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે અને પેટ સાફ રાખે છે. શરીરમાંથી ઝેરી પદાર્થ નીકળી જવાથી ત્વચાની સુંદરતા કુદરતી રીતે વધે છે.
ગાજર
ગાજર આંખ માટે ફાયદાકારક છે અને તેની સાથે જ ત્વચાને પણ ફાયદો કરે છે. ગાજરમાં વિટામિન એ હોય છે જે ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે.
લીંબુ
લીંબુનો ઉપયોગ સ્કીન કેરમાં પણ કરવામાં આવે છે. લીંબુનું સેવન કરવાથી વિટામિન સી મળે છે. સાથે જ તેનાથી ત્વચાને પોષણ મળે છે. લીંબુ ત્વચાની સુંદરતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ટમેટા
ટમેટામાં લાયકોપિન હોય છે. સૂરજના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. ટમેટા આંખ માટે પણ સારા છે. ટમેટાનું ઉપયોગ રોજ સલાડમાં, સૂપમાં અથવા તો જ્યુસ તરીકે પણ કરી શકાય છે.
Trending Photos