રિસર્ચમાં દાવો : દેડકાની સંખ્યા ઓછી થતા બીમારીઓનું ઘર બન્યું ‘ભારત’
છત્તીસગઢના બિલાસપુરના ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય યુનિવર્સિટીમાં પ્રાણી વિભાગના પ્રોફેસર કોમલ સિંહ સુમને કુદરતમાં દેડકાની હાજરી પર ન માત્ર રિસર્ચ કર્યું છે, પરંતું તેઓ ચાર વર્ષથી તેના સંરક્ષણ માટે અભિયાન પણ ચલાવી રહી છે. ડો. સિંહનું કહેવું છે કે, રિસર્ચના નામ પર અને કીટકનાશનને પગલે મોટી સંખ્યામાં દેડકાનો ખાત્મો થયો છે. આ કારણે જ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી અનેક ઘાતક બીમારીઓ પાંગરી રહી છે.
ઝી મીડિયા/બ્યૂરો :છત્તીસગઢના બિલાસપુરના ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય યુનિવર્સિટીમાં પ્રાણી વિભાગના પ્રોફેસર કોમલ સિંહ સુમને કુદરતમાં દેડકાની હાજરી પર ન માત્ર રિસર્ચ કર્યું છે, પરંતું તેઓ ચાર વર્ષથી તેના સંરક્ષણ માટે અભિયાન પણ ચલાવી રહી છે. ડો. સિંહનું કહેવું છે કે, રિસર્ચના નામ પર અને કીટકનાશનને પગલે મોટી સંખ્યામાં દેડકાનો ખાત્મો થયો છે. આ કારણે જ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી અનેક ઘાતક બીમારીઓ પાંગરી રહી છે.
દેશમાં દેડકાની સંખ્યા ઘટી
રિસર્ચમાં એવો દાવો કરાયો છે કે, છત્તીસગઢ જ નહિ, દેશમાં દેડકાની સંખ્યા તેજીથી ઓછી થઈ રહી છે. ડો. કોમલે દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને દેડકાને બચાવવા લોકોને અપીલ કરી રહી છે. સંરક્ષણને લઈને ચલાવવામાં આવેલ અભિયાનમાં પાંચસોથી વધુ યુવા જોડાઈ ચૂક્યાં છે. ડો. કોમલના જણાવ્યા અનુસાર, હવે તેઓ ઘરની આસપાસ વરસાદના દિવસોમાં ટર્ર ટર્ર અવાજ પણ ઓછી સંભળાઈ દે છે.
Sushant Suicide Case: અચાનક ગાયબ થયા રિયા અને તેનો ભાઈ, ફોન પણ બંધ
પ્રદૂષણના કારણે દેડકા ઓછા થયા
દેડકા ઓછા થવાને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓના વાહક મચ્છર અને પાકને નુકસાન પહોંચાડતા જંતુ, તીડ, બીટલ્સ, કાનખજૂરા, કીડી, કીડા તેજીથી પેદા થવા લાગે છે. પ્રદૂષણને કારણે
શું છે દેડકાની વિશેષતા
વરસાદમાં દેડકાનો પ્રજનન કાળ હોય છે. એટલે કે, પાણીની આપૂર્તિને શુદ્ધ રાખે છે. 1980 ની અંદાજે તેમનું નિકાસ થતું હતું. કેન્દ્ર સરકારે હવે પ્રતિબંધ લગાવી દીધો છે. દેડવામાં અંદાજે 200 પ્રકારના લાભકારી અલ્કેલાઈડ મળી આવે છે. બંગાળ, સિક્કીમ, આસામ તેમજ ગોવામાં લોકો તેનો ભોજનમાં ઉપયોગ કરે છે.
પ્રકૃતિ માટે વરદાન છે દેડકા
ડો.કોમલ સિંહ સુમન કહે છે કે, પ્રકૃતિમાં દેડકાની હાજરી જરૂરી છે. 1982માં દેશમાંથી 2500 ટનથી વધુ દેડકાની નિકાસ કરવામાં આવી હતી. બાદમાં તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દેડકા એ સમયથી જ ઓછા થઈ રહ્યાં છે. તેના પર રિસર્ચ તેમજ ખેતોમાં કીટકનાશનને પગલે તેમની સંખ્યા ઓછી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર