ઝી બ્યૂરો, અમદાવાદઃ કોઈપણ સારો પ્રસંગ કે તહેવારમાં મોઢું મીઠું કરવાની આપણે તક શોધતા જ હોઈએ છીએ. આવી જ તક નવા વર્ષને આવકારવા મળી જાય તો બીજું શું જોઈએ. બહાર જઈને કેક અથવા પેસ્ટ્રી ઘણી વખત મોંઘી પડતી હોય છે પણ જો ઘરમાંથી જ તમામ સામગ્રી મળી જાય અને તમે અદભૂત કેક બનાવી લો તો ચોક્કસથી પરિવારજનો કે મિત્રો તમારી વાહવાહી કર્યા વગર નહીં રહી શકે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે બ્લેક ફોરેસ્ટ, વ્હાઈટ ફોરેસ્ટ અને ચોકલેટ કેક અત્યાર સુધી તમે ખાતા આવ્યા હશો. કેકશોપમાં જાઓ ત્યારે આ જ કેકના સૌથી વધુ ઓર્ડર હોય છે પણ જો તમને ફ્રૂટ કેક ખાવા મળી જાય એ પણ ઘરમાં બનેલી તો કદી ના પાડતા નહીં. કારણ કે આ કેકનો સ્વાદ અન્ય કેક કરતાં ઘણો હટકે હશે. તમે જ્યુસી ફ્રૂટ ખાતા હોવ તેવો અનુભવ થશે અને હેલ્શ કોન્શિયન્સ લોકો માટે પણ આ કેક વધારે ખવાઈ જાય તો નુકસાનકારક નહીં હોય. તો ચાલો જાણી લો ફ્રટકેકની સરળ રેસિપી.

ફ્રૂટ કેકની રેસિપી
4થી 5 મોસંબીનો જ્યુસ કાઢી લો
10 જેટલી મોટી કાપેલી બદામ
10 જેટલા મોટા કાપેલા કાજુ
અડધો કપ કાળી દ્રાક્ષ
અડધો કપ લાલ દ્રાક્ષ (તાજી દ્રાક્ષ પણ લઈ શકો છો)
અડધો કપ લીલી તૂટીફ્રૂટી
અડધો કપ ઓરેન્જ તૂટીફ્રૂટી
રેડ કલરની પણ તૂટીફ્રૂટી
અડધો કપ બારિક કાપેલી ચેરી
2 ચમચી ટેટીના બી
JOBS: સરકારી નોકરી શોધતા લોકો માટે ખુશીના સમાચાર, જરૂર છે 700 સ્ટાફ નર્સની, પગાર પણ તાબડતોડ


ઉપર મુજબની તમામ સામગ્રી બાઉલમાં નાખ્યા બાદ મિક્સ કરી લો. આ મોસંબીના રસમાં આ તમામ સામગ્રીને પલાળવા મૂકી દેવાની છે 1થી 2 કલાક. (જો તમારી પાસે સમય હોય તો 3થી 4 કલાક સુધી આ તમામ ડ્રાયફ્રૂટને મોસંબીના રસમાં પલાળવા) મોસંબીના રસમાં તમામ સામગ્રીને પલાળી રાખવાથી ડ્રાયફ્રૂટ બધો જ રસ પીને ટેસ્ટી થઈ જશે. 2/3 કપ ખાંડને એક કઢાઈમાં નાખીને હાઈ ફ્લેમ પર લીક્વિડ થવા દેવી તેમાં પાણી નથી નાખવાનું. ચાસણી બની જાય પછી થોડું થોડુ કરીને એક કપ જેટલુ પાણી નાખવું અને હલાવતા જવું. હવે ગેસના ફ્લેમને ધીમો કરી થોડી વાર પછી બંધ કરી દેવો. એક મોટું તપેલુ લઈ તેને કઈ પણ નાખ્યા વગર 10 મિનિટ સુધી તપવા દો (તમારી પાસે માઈક્રોવેવ ઓવન કે પછી કેક બનાવવાનું કૂકર હોય તો તે પણ લઈ શકો છો) કેક બનાવવાની સાચી શરૂઆત હવે થશે.


2021માં લોન્ચ થશે આ 5G સ્માર્ટફોન્સ, કિંમત જાણી ફટાફટ કરી લો પસંદ


અહીં એક મોટા બાઉલમાં 1/4 કપ દૂધ લઈ લો. તેમાં 1/4 કપ તેલ લઈ શકો છો તમને બટર પસંદ હોય તો બટર પણ લઈ શકો છો. બાદમાં વેનિલા ફ્લેવરનો પાવડર અડધી ચમચી લઈ લો. આ તમામ સામગ્રીને મિક્સ કરી દો. હવે આ બાઉલમાં ચાળણી રાખી તેમાં એક કપ જેટલો મેંદો નાખી યોગ્ય રીતે ચાળી લો. તેમાં 3 ચમચી મિલ્ક પાવડર, ઈલાયચી, લવિંગ અને તજનો પાવડર નાખી બધુ ચાળી લો. આ તમામ સામગ્રી પર ખાંડનું લિક્વિડ લઈ ધીમે ધીમે નાખી યોગ્ય રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં ગાંઠ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું છે. હવે આ અગાઉથી મોસંબીના રસમાં પલાળેલા ડ્રાયફ્રૂટને બાઉલમાં નાખો. (તમે લાગે કે આ મિશ્રણ થોડુ જાડું છે તો તેમાં દૂધ નાખી શકો છો) હવે આ બાઉલ પર ચાળણી રાખી બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને થોડું ચપટી મીઠું નાખવું. અને પછી ચાળીને તમામ મિશ્રણને યોગ્ય રીતે હલાવવું. આ તમામ મિશ્રણ પછી તરત જ તેને બેક કરવા મૂકી દેવું પડશે નહીં તો યોગ્ય ફૂલાશે નહીં.


2021માં 9 Pro સાથે લોન્ચ થશે Oneplus 9 Lite, જાણો ફીચર્સ


જે આકારની કેક બનાવવી હોય તે આકારની કેકના વાસણમાં બટર પેપર લગાવી આ તમામ મિશ્રણને તેમા નાખી લો. તેમાં આખા કાજુ, બદામ, તૂટીફ્રૂટીથી યોગ્ય રીતે ડેકોરેટ કરો. હવે પ્રિહિટેડ તપેલામાં કેકની સામગ્રીવાળા વાસણને મૂકી યોગ્ય ઢાંકી દેવું અને 15 મિનિટ સુધી ઢાંકણુ ખોલ્યા વગર રાહ જોવી કે આ કેક ફૂલાય છે કે નહીં. 15 મિનિટ પછી ઢાંકણું કાઢીને ધારવાળી વસ્તુથી ચેક કરો કે નીચે કેક કાચી તો રહી નથી ને. જો ધારવાળી વસ્તુ ક્લિન નીકળે તો સમજો કેક બની ગઈ છે. ચપ્પુને કિનારી પર હળવા હાથે નાંખીને કેકને અન્ય પ્લેટમાં કાઢી લો. આ કેક એકદમ સરળ, સ્પોન્જી અને ડ્રાયફ્રૂટથી ભરેલી હશે જે બાળકોના હેલ્થ માટે પણ સારી છે. તો જલદી બનાવો આ કેક અને તમારા અનુભવો અમારી સાથે શેર કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube