2021માં લોન્ચ થશે આ 5G સ્માર્ટફોન્સ, કિંમત જાણી ફટાફટ કરી લો પસંદ

આ સ્માર્ટફોન્સમાં તમને Android 11ની સાથે 65Wના ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ પણ મળશે

2021માં લોન્ચ થશે આ 5G સ્માર્ટફોન્સ, કિંમત જાણી ફટાફટ કરી લો પસંદ

નવી દિલ્હી: ટેક્નોલોજીની દુનિયા ખુબજ આગળ વધી રહી છે. એવામાં Xiaomi, Realme, Samsung જેવી કંપનીઓ સસ્તામાં 5G સ્માર્ટફોન લઇને ભારતીય માર્કેટમાં પગ મુકવા જઈ રહી છે. Android 11ની સાથે જ આ સ્માર્ટફોન 65W પાવરના ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. સ્માર્ટફોન બનાવતી કંપની 2021માં તેના લોન્ચિંગ માટે સંપૂર્ણ તૈયાર છે. આવો જાણીએ ટોપ 5 સ્માર્ટફોન્સ વિશે જે 2021માં થશે લોન્ચ...

રેડમી નોટ 10 પ્રો 5G
Xiaomiની Note સિરીઝ ભારતમાં સૌથી વધારે લોકપ્રિય થઈ છે. તેને ધ્યાનમાં રાખી કંપની ટૂંક સમયમાં તેનું નવું વેરિએન્ટ ને લોન્ચ કરવાની છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સ્માર્ટફોન ત્રણ મોડલ્સ Redmi Note 10 Pro Max, Redmi Note 10 Pro, Redmi Note 10માં લોન્ચ કરી શકે છે. પહેલા બે મોડલ્સ 5G નેટવર્કની સાથે લોન્ચ થશે. જ્યારે ત્રીજુ મોડલ 4G નેટવર્ક સપોર્ટની સાથે લોન્ચ કરવાની આશા છે. આ ફોનમાં 6.67 ઈંચ ફૂલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લેની સાથે 108 MPનો ક્વોડ કેમેરો સેટઅપ હશે. સ્નેપડ્રેગન 750Gની સાથે લોન્ચ થતા આ ફોનની કિંમત 20 હજાર રૂપિયાથી શરૂઆત થશે.

રિયલમી X7
Realme X7નું લોન્ચિંગ MediaTek Dimensity 1000+ પ્રોસેસરની સાથે થશે. આ ફોનમાં પોટોગ્રાફી માટે 64MP પ્રાઈમરી કેમેરાની સાથે ક્વોડ કેમેરા સેટઅપ હશે. જ્યારે સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરો મળશે. ફોનમાં 4500mAhની દમદાર બેટરી હશે જે તમને 1 દિવસનો ઓનયૂઝ બેકઅપ આપશે. આ ઉપરાંત 65W ચાર્જિંગ સપોર્ટ તેનું સૌથી ખાસ ફીચર રહશે. ડિસ્પ્લેની વાત કરીએ તો યૂઝર્સને આ ફોનમાં 6.55 ઈંચ ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે આપશે. આ ફોનમાં 9-core Mali-G77 ગ્રાફિક્સ પ્રોસેસરની સાથે ઓક્ટા-કોર Dimensity 1000+ પ્રોસેસર પણ હશે.

રેડમી 10x પ્રો 5G
Xiaomiના આ 5G સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ છે. આ ફોનમાં 4520mAhની બેટરી 22.5W ફાસ્ટ ચાર્જિંગની સાથે આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો, Redmi 10Xમાં ટ્રિપલ કેમેરા સેટઅપ કરવામાં આવ્યો છે જેમાં 48 મેગાપિક્સલનો મેન કેમેરો આપવામાં આવ્યો છે. આ સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરો અને 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ પર સેલ્ફી અને વીડિયો કોલ માટે 16 મેગાપિક્સલનો કેમેરો છે. ભારતીય માર્કેટમાં આ ફોનની કિંમત 22 હજાર રૂપિયાની આસપાસ હોવાની આશા છે.

સેમસંગ ગેલેક્સી A52
દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન બનાવતી કંપની સેમસંગ ટૂંક સમયમાં Galaxy A52 5Gને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. ફોનને Android 11ની સાથે લોન્ચ કરવાની વાત કહેવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનમાં તમને Infinity-O ડિસ્પ્લે પેનલ જોવા મળે છે. સાથે જ તેમાં સેન્ટર અલાઇન્ડ પંચ હોલ કેમેરો ડિઝાઈન જોવા મળશે. ફોનને AMOLED ડિસ્પ્લે પેનેલની સાથે લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી+ ડિસ્પ્લેની સાથે 4000mAhની બેટરી મળશે. ત્યારે રિયરમાં 48MPનો પ્રાઇમરી કેમેરા સાથે ક્વોડ કેમેરો મળશે. ભારતમાં આ ફોનને 25,000 રૂપિયાની પ્રાઇઝ રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

રિયલમી V5 5G
રિયલમીના આ ફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ છે. આ ઉપરાંત સ્માર્ટપોનમાં  Octacore (ડ્યુલ 2GHz કોર્ટેક્ટ्‍ट-A76 + હેક્સા 2GHz કોર્ટેક્ટ-A55 CPUs)ની સાથે Mali-G57 MC3 GPU, 6/8 GB LPDDR4x રેમ આપવામાં આવી છે. ત્યારે ડિફોલ્ટ મેમેરી કેપેસિટી 128 GB સ્ટોરેજ સુધી છે. જેને 256 GB સુધી વધારી શકાય છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત 16,105 રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news