Weight Gain Tips: મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન હોય છે. કારણ કે વધેલું વજન ઘટાડવું મુશ્કેલ લાગે છે. જો કે માત્ર વધેલું વજન ઘટાડવું જ નહીં વજન વધારવું પણ મુશ્કેલ કાર્ય છે. કેટલાક લોકો એવા હોય છે જેમનું શરીર દુર્બળ હોય છે અને તેમને વજન વધારવું હોય છે. પરંતુ અનેક  પ્રયાસો પછી પણ તેમનું વજન વધતું નથી. જેના કારણે ક્યારેય કોઈ કપડા તેમને ફિટ નથી બેસતા તો ક્યારેક તેઓ પોતાના પાતળા શરીરને કારણે કેટલાક લોકોની સામે સંકોચ અનુભવે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમનું વજન વધતું નથી તો તમે કેરી ખાઈને વજન વધારી શકો છો. ઉનાળામાં કેરી ખાવી દરેક વ્યક્તિને ભાવે છે. વજન વધારવા માટે કેરી ખાવી ફાયદાકારક માનવામાં આવે છે. આજે તમને જણાવીએ કે કેરી ખાઈને તમે તમારું વજન કેવી રીતે વધારી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રોજ રાત્રે સુતા પહેલા કરી લો આ વસ્તુથી ચહેરા પર મસાજ, ત્વચા થશે ગોરી અને ચમકદાર


સુંદર અને બેદાગ ત્વચા માટે ચહેરા પર લગાવો ગાજરનો ફેસ પેક, ચહેરાની વધશે ચમક


આકરા તડકામાં પણ તમારી ત્વચા દેખાશે તરોતાજા, આ વસ્તુનો દિવસમાં 2 વખત કરવો ઉપયોગ


વજન વધારવાના ઉપાય


1. વજન વધારવા માટે માત્ર આહાર પર આધાર ન રાખો. તેના માટે નિયમિત કસરત પણ કરવી જોઈએ.


2. રોજના આહારમાં કેરીનો સમાવેશ કરો. તેને કાપીને ખાવાનું રાખો. 


3. કેરી ખાવાની સાથે પાચનતંત્ર મજબૂત બને તેવો આહાર પણ લેવો. તેના માટે દિવસ દરમિયાન ડ્રાય ફ્રૂટ્સનો પણ આહારમાં સમાવેશ કરો.


4. ઉનાળામાં વજન વધારવામાં કેરી ખૂબ જ ઉપયોગી છે. આ માટે કેરીના નાના ટુકડા કરી લો. એક ગ્લાસ દૂધમાં કેરીના ટુકડા ઉમેરી તેની મિક્સરમાં સ્મુધી તૈયાર કરો. તેને પીવાથી સ્વસ્થ વજન વધે છે.


5. હંમેશા કુદરતી રીતે પાકેલી કેરી ખાઓ. કેમિકલયુક્ત કેરી ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે અને લાભને બદલે નુકસાન થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)