Skin Care: રોજ રાત્રે સુતા પહેલા કરી લો આ વસ્તુથી ચહેરા પર મસાજ, ત્વચા થશે ગોરી અને ચમકદાર

Skin Care Tips: ટમેટામાં લાયકોપીન નામનું તત્વ હોય છે જે સ્કીનની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આજે તમને ટમેટાથી બનતો એવો ફેસપેક જણાવીએ જેની મદદથી તમારા ચહેરા પરનું ટેનિંગ અને ડેડ સ્કીન સરળતાથી દૂર થાય છે

Skin Care: રોજ રાત્રે સુતા પહેલા કરી લો આ વસ્તુથી ચહેરા પર મસાજ, ત્વચા થશે ગોરી અને ચમકદાર

Skin Care Tips: ટમેટાનો ઉપયોગ સૌથી વધારે રસોઈમાં થાય છે. લોકો ટમેટાનો ઉપયોગ શાક દાળ અને સલાડમાં વધારે કરે છે. ટામેટા વિટામિન સી થી ભરપૂર હોય છે અને તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે સ્કીન માટે પણ ગુણકારી છે. ટમેટામાં લાયકોપીન નામનું તત્વ હોય છે જે સ્કીનની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આજે તમને ટમેટાથી બનતો એવો ફેસપેક જણાવીએ જેની મદદથી તમારા ચહેરા પરનું ટેનિંગ અને ડેડ સ્કીન સરળતાથી દૂર થાય છે અને રંગત માં સુધારો થાય છે. 

આ પણ વાંચો: 

ટામેટાનો આ ફેસપેક બનાવવા માટે એક ટામેટાનો રસ અને એક ચમચી મધની જરૂર પડશે. સૌથી પહેલા એક બાઉલમાં ટામેટાનો રસ અને મધ બરાબર મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરી લો. 

આ ફેસપેક નો ઉપયોગ કરતા પહેલા ચહેરાને બરાબર ધોઈને સાફ કરો. ત્યાર પછી ફેસપેકને અપ્લાય કરો અને હળવા હાથે પાંચ મિનિટ મસાજ કરો. ત્યાર પછી 20 મિનિટ સુધી તેને ચહેરા પર જ રહેવા દો અને સુકાવા દો. નિયમિત રીતે ટામેટાનો આપ એક લગાડશો તો તમને ફ્રેશ અને ગ્લોઇંગ ત્વચા મળશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news