નવી દિલ્હી: ઘણા લોકોને ગાર્ડનિંગનો (Gardening) ઘણો શોખ હોય છે. તે પોતાના ઘરમાં અલગ અલગ પ્રકારના છોડ ઉગાડતા હોય છે અને બાળકોની જેમ તેની દેખરેખ કરતા હોય છે. કેટલાક ઘરોમાં અલગ અલગ ફૂલ ઉગાડવામાં આવે છે. તો કેટલાક ઓર્ગેનિક શાકભાજી (Organic Vegetables) અને ફળો માટે કિચન ગાર્ડન (Kitchen Garden) બનાવે છે. જો તમને પણ ગાર્ડનિંગનો ઘણો શોખ છે તો પોતના છોડ પર કેમિકલ ફર્ટિલાઈઝર (Chemical Fertilizer) ઉપયોગ કરવાની જગ્યાએ ઘરેલૂ નુસ્ખાનો ઉપયોગ કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘરેલૂ નુસ્ખાથી છોળ પર જોવા મળશે જાદુ
જો તમે ઘરમાં છોળ લગાવો છો તો તેને જલ્દી મોટા થતા જોવા ઇચ્છો છો. શું તમે જાણો છો કે, બજારમાં મળી રહેલા કેમિકલ ફર્ટિલાઈઝર (Chemical Fertilizer) આપણાં છોડની હેલ્થ (Plants Health) અને ગ્રોથ (Plants Growth) માટે નુકાસનકારક સાબિત થાય છે? એના કરતા તમે ઘરેલૂ છોડ માટે નેચરલ ફર્ટિલાઈઝરનો (Natural Fertilizer) ઉપયોગ કરો. તમારા છોડની ખાસ દેખરેખ માટે આજથી અપનાવો આ ખાસ ગાર્ડનિંગ ટિપ્સ (Gardening Tips).


આ પણ વાંચો:- ગરમીમાં પહેરો આવા આઉટફિટ અને રહો ઠંડા-ઠંડા Cool-Cool


ચા પત્તી
સામાન્ય રીતે દરેક ઘરમાં સવારે સાંજે ચા બનતી હોય છે. ચા પત્તીને ફેંકી દેવાની જગ્યાએ ઘરમાં ઉગાડેલા છોડ માટે જૈવિક ખાતર (Organic Fertilizer) બનાવી શકો છો. તેના માટે ઉકાળેલી ચા પત્તીને સારી રીતે ધોઈ નાખો જેથી તેમાં થોડી પણ મિઠાસ ના રહે. ત્યારબાદ તેને સુકાવા માટે તડકામાં મુકો. તમે ઇચ્છો તો તેમાં શાકભાજીની છાલ પણ ઉમેરી શકો છો. જ્યારે ચા પત્તી (Tea Leaves For Plants) તડકામાં સારી રીતે સુકાઈ જાય તો તેને સારી રીતે ક્રશ કરી કૂંડાની માટી ઉપર નાખી દો.


આ પણ વાંચો:- સ્વાસ્થ્યની સાથે સ્ક્રિન માટે પણ વરદાન સમાન છે ટામેટાં, અજમાવો આ ઉપાય તો થશે ચમત્કાર


કામ લાગશે ડુંગળીની છાલનું પાણી
ડુંગળીની છાલને ફેંકવાની જગ્યાએ એક બોટલમાં પાણી સાથે 3 દિવસ સુધી સ્ટોર કરો. આ લિક્વિડ ફર્ટિલાઈઝરનું (Liquid Fertilizer) કામ કરે છે. આ પાણીને છોડ ઉપર સ્પ્રે કરી શકાય છે. તેનાથી જંતુ દરૂ રહેશે અને તેનો ગ્રોથ પણ સારો થશે.


આ પણ વાંચો:- સફળ, સક્સેસફૂલ લોકોમાં હોય છે આ આદતો, જે ગરીબોમાં ક્યારેય હોતી નથી


છોડને પણ જોઇએ થોડી પર્સનલ સ્પેસ
માણસની જેમ છોડને પણ તે જ રીતે થોડી સ્પેસની (Space) જરૂરિયાત હોય છે. હંમેશા ધ્યાન રાખો કે જે છોડના મૂળ જલ્દીથી ફેલાય છે, તેમને વધારે સ્પેસની જરૂરિયાત હોય છે. જો તેને નાના કૂંડામાં ઉગાડવામાં આવે તો છોડના ગ્રોથમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. તેથી છોડને મોટા કન્ટેનર અથવા યોગ્ય સ્પેસ આપો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube