Beutiy Tips: સ્વાસ્થ્યની સાથે સ્ક્રિન માટે પણ વરદાન સમાન છે ટામેટાં, અજમાવો આ ઉપાય તો થશે ચમત્કાર

Beutiy Tips: સ્વાસ્થ્યની સાથે સ્ક્રિન માટે પણ વરદાન સમાન છે ટામેટાં, અજમાવો આ ઉપાય તો થશે ચમત્કાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ટામેટાં સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. આપણા દેશમાં ટામેટાંનો ખૂબ જ ઉપયોગ થાય છે. કોઈ પણ શાકમાં ટામેટાં વિના સ્વાદ નથી આવતો. ટામેટાંમાં એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ, વિટામિન સી, લાઈકોપીન જેવા ગુણો હોય છે. સાથે જ ટામેટાં ત્વચા માટે પણ ફાયદાકારક છે. આજે અમે તમને જણાવીશું ટામેટાથી બનેલા કેટલાક ફેસપેક વિશે. જેનાથી તમારા આંખો પરના ડાર્ક સર્કલ્સ દૂર થશે સાથે જ ત્વચા નિખરશે.

No description available.

ટામેટાં અને લીંબુનું ફેસપેક
ટામેટા અને લીંબુ બંને આપણે સ્કિનને સાફ કરે છે. આ ફેસપેકથી સ્કિનની ચમકને વધારી શકાય છે. તેને બનાવવા માટે ટામેટાને મેશ કરીને તેમાં એક નાની ચમચી લીંબુનો રસ અને એટલી જ માત્રામાં મધ ભેળવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. જ્યારે સુકાઈ જાય ત્યારે મો ધોઈ લો.

ટામેટાં અને મધનું ફેસપેક
આ પેસ્ટ બનાવવા માટે એક ટામેટાંની પેસ્ટ બનાવી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને થોડી વાર માટે છોડી દો. ચહેરા પર લાગેલુ પેક સુકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો. આ પેકથી તમારા ચહેરા પર ચમક આવશે. સ્કિન સાફ અને મુલાયમ થશે.

ટામેટાં અને ખાંડનું ફેસપેક
આ ફેસપેક બનાવવા માટે ટામેટાંને મિક્સ કરીને તેનો રસ કાઢી લો. હવે તેમાં એક ચમચી ખાંડ મિક્સ કરો. પછી આ મિશ્રણને તમારા ચહેરા પર ધીમે-ધીમે રબ કરીને લગાવો. તેને લગાવેલું જ રહેવા દો અને સૂકાઈ ગયા પછી ચહેરો ધોઈ લો. આ પેક તમારી ત્વચા પર મોઈશ્ચર જાળવી રાખશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news