Hair Care: વાળને લાંબા અને કાળા કરવા ઘરે બનાવી લો લસણ અને ડુંગળીની છાલનું તેલ, જાણો કેવી રીતે બનાવવું ?
Hair Care: આજે તમને બે એવી વસ્તુથી બનેલા તેલ વિશે જણાવીએ જેને માથામાં લગાવશો તો વાળ સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે. મોટાભાગના લોકો ડુંગળી અને લસણની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ આ છાલ તમારા વાળ માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. આ બંને વસ્તુની મદદથી ખાસ તેલ ઘરે જ તૈયાર કરી શકાય છે.
Hair Care: ખાવા પીવાની ખોટી આદતોના કારણે વાળ વધારે ખરે છે અને સફેદ પણ નાની ઉંમરમાં થવા લાગે છે. આ સિવાય વાળમાં ડેન્ડ્રફ અને અન્ય સમસ્યાઓ પણ સામાન્ય થતી જાય છે. વાળની સમસ્યાઓની શરૂઆત હોય ત્યારે મોટાભાગના લોકો ધ્યાન આપતા નથી. જેના કારણે વાળ એટલા ખરી જાય છે કે માથામાં ટાલ પડવા લાગે. બદલતા વાતાવરણમાં પણ વાળ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. વાળ સંબંધિત આવી સમસ્યાઓને દૂર કરવા માટે ઘરેલુ તેલનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: Home Remedies: ફટાકડા ફોડતી વખતે દાઝી જાવ તો કરો આ 3 ઉપાય, બળતરાથી જલ્દી મળશે રાહત
આજે તમને બે એવી વસ્તુથી બનેલા તેલ વિશે જણાવીએ જેને માથામાં લગાવશો તો વાળ સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે. મોટાભાગના લોકો ડુંગળી અને લસણની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ આ છાલ તમારા વાળ માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. આ બંને વસ્તુની મદદથી ખાસ તેલ ઘરે જ તૈયાર કરી શકાય છે. આ તેલનો ઉપયોગ વાળમાં કરવાથી વાળની સમસ્યાઓ દૂર થાય છે.
લસણ અને ડુંગળીની છાલનું હેર ઓઇલ
આ પણ વાંચો:Hair Fall: આ તેલ લગાડશો તો ખરતા વાળની સમસ્યાથી મળશે કાયમી છુટકારો
ચમત્કારી હેર ઓઇલ બનાવવા માટે એક વાટકી નાળિયેર તેલમાં બે વાટકી ડુંગળીની છાલ અને એક વાટકી લસણના ફોતરા ઉમેરો. ત્યાર પછી બંને વસ્તુને 25 મિનિટ સુધી ધીમા તાપે પકાવો. જ્યારે તેલનો રંગ બદલી જાય ત્યારે ગેસ બંધ કરી તેલને ઠંડુ કરી લો. ઠંડા કરેલા તેલને કાચની બોટલમાં સ્ટોર કરો. ત્યાર પછી નિયમિત અથવા તો જરૂર અનુસાર તેલનો ઉપયોગ કરો. આ માપથી તૈયાર કરેલું તેલ બે મહિના સુધી ચાલે છે.
આ પણ વાંચો: ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ચણાના લોટમાં આ 3 માંથી કોઈ 1 વસ્તુ મિક્સ કરી લગાવો
આ તેલથી બેસ્ટ રીઝલ્ટ મેળવવું હોય તો રાત્રે સુતા પહેલા તેલને થોડું ગરમ કરી ત્યાર પછી વાળના મૂળમાં લગાવી 10 થી 15 મિનિટ માલીશ કરો. ત્યારબાદ સુઈ જવું અને બીજા દિવસે સવારે શેમ્પુ કરી લેવું. આ રીતે આ તેલ વાળમાં લગાડશો તો બે જ અઠવાડિયામાં વાળની સમસ્યાઓ દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)