આ કારણથી જરૂરી છે ગેસના બર્નરની સફાઈ, જાણો કાળા પડેલા બર્નરને ચમકાવવાની રીત
Burner Cleaning Hack: માત્ર લાઈફ સ્ટાઈલ મેન્ટેન કરવાથી સ્વસ્થ રહી શકાતું નથી. તેના માટે તમારે તમારી આસપાસની સાફ-સફાઈ નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Burner Cleaning Hack: આજના સમયમાં લોકો પોતાને ફિટ અને હેલ્ધી રાખવા માટે ખાસ ટાઈમ સેટ કરે છે અને તેને ફોલો કરે છે. લોકો પોતાની લાઈફ સ્ટાઈલને પણ ફીટ અને હેલ્ધી રહેવા માટે બદલવા લાગ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર લાઈફ સ્ટાઈલ મેન્ટેન કરવાથી સ્વસ્થ રહી શકાતું નથી. તેના માટે તમારે તમારી આસપાસની સાફ-સફાઈ નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ
આ પણ વાંચો:
એક વિવાહ ઐસા ભી, IASએ દીકરાની એવી રીતે લગ્ન કર્યા કે સૌ જોતા રહી ગયા
Jaya Kishori : જાણો એક કથા માટે જયા કિશોરી કેટલો કરે છે ચાર્જ ?
સામાન્ય રીતે લોકો ઘરમાં બહારની સાફ-સફાઈ પર ધ્યાન આપતા હોય છે. પરંતુ સૌથી વધારે જરૂરી છે રસોડાની સફાઈ. તેમાં પણ રસોડાની એક વસ્તુ એવી છે જેની સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વસ્તુ છે ગેસ બર્નર જેના ઉપર રોજ રસોઈ બને છે. આ વાત ખૂબ વિચિત્ર લાગશે પરંતુ ખરેખર ગેસ બર્નર ની સફાઈની ખૂબ જ જરૂરિયાત હોય છે. ગેસ રોજ ઉપયોગમાં આવે છે તેથી થોડાક સમયમાં તેના બર્નર કાળા પડી જાય છે. કાળા ભરેલા બર્નરમાં રસોઈ બનાવવામાં પણ તકલીફ પડે છે. અને આ રીતે કાળા પડેલા બર્નરની સફાઈ કરવી પણ મુશ્કેલ લાગે છે.
પરંતુ બર્નર ની સફાઈ ખૂબ જ સરળ અને ઝટપટ થાય તેવી છે. નિયમિત રીતે બર્નરની સફાઈ કરવી હોય તો સૌથી પહેલાં બર્નરને ગરમ પાણીમાં લીંબુ અને ઈનો ઉમેરીને પલાળી રાખો. બંને 30 મિનિટ સુધી તેમાં પલાળી રાખવું. લીંબુ અને ઇનો વાળા ગરમ પાણીમાં બર્નર રાખવાથી તેની પર જામેલો મેલ અને કાળાશ દૂર થવા લાગશે. ત્યાર પછી વાસણ સાફ કરવાનું ના સ્ક્રબરથી બર્નરને સાફ કરી દેવું. તમારા કેસનું બર્નર ફરીથી નવું હોય તેવું ચમકવા લાગશે. બર્નર ની સફાઈ માટે તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે ગરમ પાણીમાં વિનેગર ઉમેરીને બર્નર ને તેમાં થોડી વાર પલાળી રાખો. ત્યાર પછી બર્નરના દાગ નીકળવા લાગશે.