What is digital condom: ડિજિટલની દુનિયામાં કંઈ પણ સંભવ છે. આ કડીમાં હવે ડિજિટલ કોન્ડોમ પણ લોન્ચ થઈ ગયો છે. તેણે CAMDOM એપના નામથી ઓળખવામાં આવી રહ્યો છે. હકીકતમાં આ બીજું કંઈ નહીં પરંતુ એક એપ છે. આ એપની ટેગલાઈન છે, જેટલો સરળ વાસ્તવિક કોન્ડોમનો ઉપયોગ કરવો. આ કોન્ડોમનો હેતુ સંભોગ દરમિયાન સંમતિ વિના રેકોર્ડિંગથી રક્ષણ આપવાનો છે. સોશિયલ મીડિયાની દુનિયામાં આ નવી એપે ખળભળાટ મચાલી દીધો છો. જ્યાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમુક લોકો તો તેણે જોઈને હેરાન પરેશાન છે અને સવાલ કરી રહ્યા છે તો કેટલાંક તેની પ્રશંસા કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નવા પ્રકારની સુરક્ષા આપવા માટે...
વાસ્તવમાં સમાજમાં એક નવા પ્રકારની સુરક્ષા આપવા માટે આ એપનો વિકાસ કરવામાં આવ્યો જેથી યૂઝર્સને સંમતિ વિના રેકોર્ડિંગના ભયથી બચાવી શકાય. આ જર્મન બ્રાંડ Billy Boy અને એજન્સી Innocean Berlin દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે, જેમનો ઉદ્દેશ્ય સંમતિ વિના રેકોર્ડિંગને રોકવાનો છે. જેના લીધે યૂઝર્સ બ્લૂટૂથ દ્વારા તેમના સ્માર્ટફોનના કેમેરા અને માઇક્રોફોનને બ્લોક કરી શકે છે, જેનાથી કોઈપણ બિન-સહમતિપૂર્ણ વિડિઓ અથવા ઑડિયો રેકોર્ડિંગને અટકાવી શકાય છે. જેના કારણે કોઈપણ બિન-સહમતિ વગરનો વીડિયો કે ઓડિયો રેકોર્ડ કરી શકાશે નહીં.


કેવી રીતે કરે છે કામ?
આ એપને યૌન સુરક્ષા માટે બનાવવામાં આવી છે, જે સ્માર્ટફોનને બ્લોક કરીને સંમતિ વગર રેકોર્ડિંગ અટકાવી શકાય. યૂઝર્સને બસ પોતાનો સ્માર્ટફોનને પાર્ટનરના ફોનની પાસે રાખવાનો હોય છે અને એક વર્ચુઅલ બટન સ્વાઈપ કરવાનું હોય છે, જેના કારણે તમામ કેમેરા અને માઈક્રોફોન બંધ થઈ જાય છે. જો કોઈ પણ કીધા વગર બહાર નીકળવાની કોશિશ કરે છે, તો એલાર્મ વાગે છે.


મતલબ એ થયો કે આ એપનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને સેક્સ પહેલા પોતાના સ્માર્ટફોનને નજીક રાખવાનો રહેશે. ત્યાં એક વર્ચુઅલ બટનને સ્વાઈપ કરી તમામ કેમેરા અને માઈક્રોફોનને બ્લોક કરી શકે છે. જો કોઈ ગુપ્ત રૂપે રેકોર્ડિંગની કોશિશ કરે છે તો? એપમાં એક એલાર્મ ફીચર છે જે ખતરાનો સંકે આપે છે. સાથે આ ઘણા ડિવાઈસેસને એક સાથે બ્લોક કરવામાં સક્ષમ છે.


કોણે બનાવ્યું?
ડેવલપર Felipe Almeida એ જણાવ્યું કે આ એપ ડેટાની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી છે. તેણે Billy Boy એ Innocean Berlin ની સાથે મળીને વિકસિત કરી છે.


સુરક્ષા કેમ જરૂરી છે?
આજના યુગમાં ખાનગી તસવીરો અને વીડિયોનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે છે, જેના કારણે પીડિતોને માનસિક તણાવ અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ એપ એવી ઘટનાઓને રોકવામાં મદદ કરશે.


કયા પ્રકારના ઉપકરણોને બ્લોક કરી શકે છે?
આ એક સાથે ઘણા ડિવાઈસને બ્લોક કરી શકે છે, જેમાં એકથી વધુ ફોનને કંટ્રોલ કરી શકે છે. 


કોણ તેણે ઉપયોગ કરી શકે છે?
આ એપ યૌન સુરક્ષા પ્રતિ જાગૃત ડિજિટલ પેઢી માટે વિશેષ રૂપથી તૈયાર કરવામાં આવી છે, જેથી તમારી પ્રાઈવસી સુરક્ષિત રહી શકે.