Weight Loss Tips: આજના સમયની ગંભીર સમસ્યાઓની વાત કરીએ તો તેમાં કદાચ સૌથી પહેલા ક્રમે વધારે વજન આવે. શરીરનું વધારે વજન વ્યક્તિની પર્સનાલિટીને ખરાબ કરે છે અને તેની સાથે જ તેનું સ્વાસ્થ્ય પણ બગાડે છે. વજન જો વધારે હોય તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થવા લાગે છે. વજન વધવાની શરૂઆત થાય એટલે સૌથી પહેલા પેટ અને કમરની આસપાસ ચરબી દેખાવા લાગે છે. આ ચરબીને ઉતારવી સૌથી મુશ્કેલ કામ હોય છે. જો તમે પેટની આસપાસ જામેલી ચરબીને ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આજે તમને એક સરળ અને અસરકારક ઉપાય જણાવીએ. આદુની મદદથી તમે શરીરના જીદ્દી ફેટને બંધ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weight Loss: શિયાળામાં પણ ઝડપથી ઓગાળવી હોય ચરબી તો ડેલી રુટીનમાં ખાવા આ 6 ફળ


રસોડામાં આદુનો ઉપયોગ મોટાભાગે ચામાં અને રસોઈમાં મસાલા તરીકે કરવામાં આવે છે. પરંતુ જો આદુને તમે યોગ્ય રીતે ઉપયોગમાં લેશો તો તમે વધારે વજનથી ઝડપથી છુટકારો મેળવી શકશો. આદુમાં એવા ગુણ હોય છે જે વજન ઘટાડવામાં, કબજિયાત દૂર કરવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. આદુનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી તે ઝડપથી અસર કરે છે. આજે તમને વજન ઘટાડવા માટે આદુનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ.


આ પણ વાંચો: આ છે એવા દેશ જ્યાં હનીમૂન પ્લાન કરવું પડશે સસ્તુ, ઓછા ખર્ચે થશે વિદેશ પ્રવાસ

આદુ લીંબુની ચા


મેટાબોલિઝમ બુસ્ટ કરી અને વજન ઘટાડવું હોય તો લીંબુના રસ સાથે આદુનું સેવન કરો. લીંબુ અને આદુનું મિશ્રણ ભૂખ ઓછી કરે છે અને વજન ઝડપથી ઘટાડે છે. તેના માટે એક આદુના ટુકડાને પાણીમાં ઉકાળો. જ્યારે પાણી બરાબર ઉકળી જાય તો તેને એક કપમાં ગાળી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરી તેને પી જાવ. દિવસમાં બે થી ત્રણ વખત આ ચા પીવાથી ઝડપથી વજન ઉતરે છે.


આ પણ વાંચો: ખરતા વાળની સમસ્યાનું કાયમી સમાધાન છે આ ઘરગથ્થુ ઉપાય, 15 દિવસમાં વાળ ખરતા થશે બંધ


આદુનું પાણી


ઝડપથી વજન ઓછું કરવા માટે તમે આદુના રસને પીવાના પાણીમાં ઉમેરીને સવારના સમયે પી શકો છો. આ સિવાય પાણીમાં આદુનો ટુકડો પલાળી અને આ પાણીને દિવસ દરમિયાન થોડી થોડી વારે પીતા રહો. આમ કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.


આદુ અને વિનેગર


એપલ સાઇડર વિનેગર અને આદુનો ઉપયોગ કરીને પણ તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. આ ઉપાય કરવા માટે એક કપ ગરમ પાણીમાં એક ટીબેગ ઉમેરો અને થોડો આદુનો રસ ઉમેરો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યાર પછી તેમાં એક ચમચી વિનેગર ઉમેરી ચા પી જવી. પાણી ગરમ હોય ત્યાં સુધી તેમાં વિનેગર ન ઉમેરવું.


આ પણ વાંચો: ગુજરાતનું 'મીની કાશ્મીર' છે આ જગ્યા, હનીમૂન પ્લાન કરતા કપલ્સ માટે બેસ્ટ ઓપ્શન


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)