Weight Loss: શિયાળામાં પણ ઝડપથી ઓગાળવી હોય ચરબી તો ડેલી રુટીનમાં ખાવા આ 6 ફળ

Weight Loss: જો તમે તમારા ડાયટ પ્લાનમાં થોડા ફેરફાર કરીને ડેઇલી રૂટીનમાં કેટલાક ફળ ખાવાનું રાખો તો વજન વધવાની ચિંતાથી મુક્ત થઈ શકો છો. શિયાળામાં તમે તમારી ડાયટમાં કેટલાક ફળને સામેલ કરીને શરીરના એનર્જી લેવલને પણ મેન્ટેન કરી શકો છો. ડેઇલી ડાયેટમાં ફાઇબર, વિટામીન અને મિનરલ્સનો સમાવેશ થાય તે જરૂરી છે અને તેના માટે આ ફળ સૌથી સારો વિકલ્પ છે.

Weight Loss: શિયાળામાં પણ ઝડપથી ઓગાળવી હોય ચરબી તો ડેલી રુટીનમાં ખાવા આ 6 ફળ

Weight Loss: ઠંડીની શરૂઆત થાય એટલે લોકોમાં આળસ પણ વધી જાય છે. ઘણા લોકો તો ઠંડીના કારણે નિયમિત એક્સરસાઇઝ કરવાનું પણ બંધ કરી દેતા હોય છે. આ ઋતુમાં શરદી, ઉધરસ જેવી તકલીફ થવી પણ સામાન્ય છે. ઠંડીમાં સાંધાના દુખાવા પણ વધી જતા હોય છે. આ સિવાય આ ઋતુ દરમિયાન સૌથી મોટી સમસ્યા એ સર્જાય છે કે વજનમાં ઝડપથી વધારો થવા લાગે છે. આ ઋતુ દરમિયાન ખાવા પીવાની વસ્તુઓ પણ એવી હોય છે કે જે વજનમાં વધારો કરે. 

જો તમે તમારા ડાયટ પ્લાનમાં થોડા ફેરફાર કરીને ડેઇલી રૂટીનમાં કેટલાક ફળ ખાવાનું રાખો તો વજન વધવાની ચિંતાથી મુક્ત થઈ શકો છો. શિયાળામાં તમે તમારી ડાયટમાં કેટલાક ફળને સામેલ કરીને શરીરના એનર્જી લેવલને પણ મેન્ટેન કરી શકો છો. ડેઇલી ડાયેટમાં ફાઇબર, વિટામીન અને મિનરલ્સનો સમાવેશ થાય તે જરૂરી છે અને તેના માટે આ ફળ સૌથી સારો વિકલ્પ છે.

સંતરા

સંતરા વિટામીન સીનો સૌથી સારો સોર્સ છે. શરીરને ડિટોક્ષ કરીને વજન ઘટાડવા માટે સંતરા ખૂબ જ મદદ કરે છે. સંતરામાં ફાઇબર, પોટેશિયમ અને મિનરલ્સ વધારે પ્રમાણમાં હોય છે અને કેલરી ખૂબ જ ઓછી. સંતરા ખાવાથી પાચન ક્રિયા પણ સુધરે છે.

દાડમ

દાડમ હાઈ એન્ટિઓક્સિડન્ટ, મિનરલ અને ફાઇબરવાળું ફળ છે. તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. ખાવામાં સ્વાદિષ્ટ દાડમ સ્વાસ્થ્ય અને ફાયદો પણ કરે છે. તમે વર્કઆઉટ પહેલા નાસ્તામાં દાડમનું સેવન કરી શકો છો. દાડમ ખાવાથી શરીરમાંથી ફેટ ઓછું થાય છે.

સફરજન

સફરજન એવું ફળ છે જે લગભગ દરેક બીમારીમાં ફાયદો કરે છે. સફરજનમાં ફાઇબર વધારે હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે. જો તમે ઠંડીમાં વજન ઓછું કરવા માંગો છો તો સવારે નાસ્તામાં સફરજન ખાવું સારો વિકલ્પ રહેશે.

કીવી

કીવી દુનિયાના સૌથી પૌષ્ટિક ફળોમાંથી એક છે. આ ફળ વિટામિન સી અને હાઈ ફાઇબરથી ભરપૂર હોય છે. શિયાળામાં કીવી ખાવાથી શરીરને ફાયદો થાય છે. શિયાળામાં દિવસ દરમિયાન ઓછામાં ઓછી એક કીવી ખાવી જ જોઈએ.

જામફળ

જામફળમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જામફળ એવું ફળ છે જે ઓવરઇટીંગને કંટ્રોલ કરે છે. તેમાં હાઈ ફાઈબર હોવાથી તે પાચન ક્રિયાને સુધારે છે. જો તમે વેટ લોસ કરવા માંગો છો તો જામફળ ખાવું ફાયદાકારક સાબિત થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news